ડુપ્લીકેટ લાઈસન્સને લઈને બદલાયો નિયમ, RTO કચેરીએ ધક્કો ખાવાની જરુર નથી

ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવા માટે વાહનચાલકોને ધક્કા ખાવા પડતા હતા. ઘણીવાર લોકોને સમજણ ન પડે તો એજન્ટો પણ પૈસા વસૂલતા હોય છે. સરકારે એક નવો નિર્ણય લીધો છે જેના લીધે ઘરબેઠાં ડુપ્લીકેટ લાઈસન્સ મેળવી શકાશે. આ માટે RTO કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. parivahanseva.gov.in પરથી ઓનલાઇન અરજી કરી ડુપ્લીકેટ લાયસન્સ મેળવી શકશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  HSRP નંબર પ્લેટ લગાવવા માટે અમદાવાદ RTOમાં નહીં જવું પડે પણ RTOની ટીમ ઘરે આવશે, જાણો કેવી રીતે?

આ પણ વાંચો :   સ્ટેમ્પ પેપર પર પ્રતિબંધ અને ઈ-સ્ટેમ્પના નવા કાયદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી સહિત પાંચ પિટિશન

રાજ્યની વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોઇને વાહન હંકારવાનું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયેલું હોય, ફાટી ગયેલ હોય કે અન્ય કોઇ કારણસર નાશ પામેલ હોય તેવા કિસ્સામાં આરટીઓ-એઆરટીઓ કચેરી દ્વારા ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોને આરટીઓ કચેરીઓમાં રૂબરૂ મુલાકાત લેવાની જરુર નથી. તે માટે parivahanseva.gov.in ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

READ  ભારતીય વાયુસેનાની એર-સ્ટ્રાઈક પર શું કહી રહ્યું છે બોલીવુડ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાહનચાલકોએ ઓનલાઈન આરટીઓની વેબસાઈટ પર જવાનું રહેશે અને ત્યારબાદ અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે માત્ર લાઈસન્સ ધારકો જેને ડુપ્લીકેટ લાઈસન્સ કઢાવવું હોય તેના માટે આ સુવિધા છે.

 

 

Surendranagar: Ativrushti Sahay scam; Collector talks to agriculture officers via video conference

FB Comments