VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા

E-memo worth Rs. 1.20 Crores issued by Rajkot police within 3 days

રાજકોટમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે 3 દિવસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને રૂપિયા 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા છે. રાજકોટમાં છેલ્લા 18 દિવસથી સોફ્ટવેર ખરાબ થવાના કારણે ઈ-મેમોની કામગીરી ઠપ્પ હતી. રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 7 કરોડ રૂપિયાના ઈ-મેમો ઇશ્યૂ થયા છે, જ્યારે 1.20 કરોડ રૂપિયાથી વધારેનો ઈ-મેમો છેલ્લા 3 દિવસમાં જ આપવામાં આવ્યા છે.

READ  Beware! Loose milk can invite water borne diseases-Tv9 Gujarati

આ પણ વાંચો: VIDEO: અયોધ્યામાં કાર્તિકી પૂનમના મેળામાં સરયૂ નદીના કિનારે પવિત્ર સ્નાનની શરૂઆત

રાજકોટમાં વર્ષ 2017થી ટેકનૉલૉજીની મદદથી ઈ-મેમો ઇશ્યૂ કરવાનો પ્રારંભ થયો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2017થી અત્યારસુધી રાજકોટમાં 15 કરોડ રૂપિયાથી વધારે રકમનો ઈ-મેમો ટ્રાફિક નિયમ ન પાળનારા ચાલકોને ફટકારવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ વધારે કડક અમલવારી કરે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફેસબુક પર 'હિન્દુ-બ્રાહ્મણ' વિરોધી પોસ્ટ કરવા બદલ એક ડૉકટરની ધરપકડ

રાજ્યમાં લાભપાંચમના દિવસથી નવા ટ્રાફિકના નિયમોનો અમલ શરૂ થયો છે. ભારત સરકારે લાગુ કરેલા નવા મોટર વ્હીકલ ઍક્ટના કાયદાની અમલવારીમાં રાજ્ય સરકારે અનેક કાયદામાં રાહત આપી છે અને દંડની રકમ ઘટાડી છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટવાસીઓનો મોટો વર્ગ ટ્રાફિકના નિયમો નથી પાળી રહ્યો તેવી સ્થિતિ સર્જાઈ છે જેના લીધે માતબર રકમના ઈ-મેમો ઇશ્યૂ થયા છે.

READ  રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં થયો વધારો, બીકાનાર જમીન મામલે કરોડો રુપિયાની સંપત્તિ ઈડીએ કરી જપ્ત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments