‘કચરો’ સારો છે, આગામી 6 વર્ષમાં 5 લાખ નોકરીનું થશે સર્જન, ઈ-વેસ્ટ ક્ષેત્રે ઉભી થશે રોજગારીની તકો

વર્ષ 2025 સુધી ઈ-વેસ્ટ એટલે કે ઈલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે દેશમાં 5 લાખ જેટલી નોકરીઓનું સર્જન થઈ શકે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને આ અનુમાન વ્યક્ત કર્યું છે.

આઈએફસીના કહેવા પ્રમાણે ઈલેક્ટ્રોનિક કચરાના વ્યવસાયમાં, સીરીઝ-સંગ્રહ, એકત્રીકરણ, વિખેરવું અને રિસાયક્લિંગમા વર્ષ 2025 સુધીમાં 4.50 લાખ પ્રત્યક્ષ રોજગારી ઉભી થશે. તેના સિવાય હજારોની સંખ્યામાં પરોક્ષ રોજગારનુ સર્જન થશે સાથે જ પરિવહન અને ઉત્પાદન ક્ષેત્રમાં 1.80 લાખ નોકરી ઉભી થવાની સંભાવના છે.

સરકારના ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને હૈંડલિંગ નિયમ 2016 અંતર્ગત આઈએફસી અને ‘કરો સંભવ’નામની એક ઉત્પાદક જવાબદારી સંસ્થા એ 2017માં ઈન્ડિયા ઈ-વેસ્ટ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત 4 હજાર મેટ્રીક ટનથી પણ વધારે કચરો એકત્રિત કરવામાં આવ્યો અને જવાબદારીપૂર્વક તેને ફરીથી ઉપયોગમાં પણ લેવામાં આવ્યો. મહત્ત્વનું  છે કે, કુલ 22 લાખ 60 હજાર લોકોને ઈ-વેસ્ટથી સુરક્ષિત રીતે નિરાકરણ લાવવા માટે જાગ્રત કરવામાં આવ્યા છે.

ભારતીય બજારોમા ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓની માંગ વધતી જાય છે. અંદાજે 2020 સુધીમાં 400 અરબ ડોલર સુધી આ માંગ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારતમાં પ્રતિ વર્ષ 20 લાખ ટન ઈ- વેસ્ટ કચરો પેદા થાય છે. જે  2020 સુધીમાં 50 લાખ ટન સુધી પહોંચવાની શક્યતાઓ છે.

Mehsana : Thakor sena workers give resignation, allege Alpesh Thakor for betrayal with party

FB Comments

jignesh.k.patel

Read Previous

મુહૂર્ત સાચવવા ભરુચમાં કોંગી ઉમેદવારે કાર છોડી અને મોટરસાયકલની સવારી કરવી પડી!

Read Next

ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

WhatsApp પર સમાચાર