જો તમે 10 કલાક સુધી મોબાઈલ પર કરો છો આ કામ તો થઈ શકો છો બહેરા!

આજકાલ જેટલો જરૂરી મોબાઈલ ફોન થઈ ગયો છે તેટલા જ જરૂરી બની ગયા છે ઈયરફોન. તમે ઘણી વાર લોકોને હંમેશાં કાનમાં ઈયરફોન લગાયેલા જોતા હશો. કેટલાક લોકો તો ડ્રાઈવિંગ કરતા પણ ઈયરફોન લગાવીને રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈયરફોન લગાવવા કેટલું ઘાતક નીવડી શકે છે. ચાલો જાણીએ કે લાંબા સમય સુધી કાનમાં ઈયરફોન લગાવવાથી શું નુક્સાન થઈ શકે છે:

પહેલું નુક્સાન

આપણા કાન 65 ડેસિબલ સુધીનો અવાજ સહન કરવાની સક્ષમ હોય છે. જ્યારે આપણે ઈયરફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઓછામાં ઓછો 100 ડેસિબલ સુધીનો અવાજ સંભળાય છે. તેનો મતલબ છે કે માત્ર 1 દિવસ માટે પણ જો 10 કલાકથી વધુ સમય સુધી સળંગ 100 ડેસિબલનો અવાજ સાંભળીએ તો વ્યક્તિ બહેરી બની શકે છે.

બીજું નુક્સાન

ઈયર ફોનના કારણે આપણા કાનની કોશિકાઓ પર પણ ઘણી ખોટી અસર પડે છે. જો આપણે 10 મિનિટ સુધી નિયમિત રીતે કાનમાં ઈયરફોન લગાવી રાખીએ છીએ તો આપણા કાનની કોશિકાઓ નષ્ટ થવાની શરૂ થઈ જાય છે. સાથે જ ખૂબ ઝડપથી બેક્ટેરિયા પણ ઉત્પન્ન થવા લાગે છે.

ત્રીજું નુક્સાન

કાનોમાં નિયમિત રીતે ઈયરફોન લગાવવાથી અન્ય એક મોટું નુક્સાન થાય છે કે આપણને માથાનો દુઃખાવો, ડિપ્રેશન, ઉંઘ ન આવવી તેમજ માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને પણ આમાંથી કોઈ સમસ્યા થઈ રહી છે તો ઈયરફોનનો ઉપયોગ ઓછો કરો.

ચોથું નુક્સાન

જો આપણે ઈયરફોનમાંથી ખૂબ ઉંચા અવાજે સાંભળીએ તો આપણા કાનના પડદા માટે ખૂબ હાનિકારક છે. તેનાથી આપણા કાનના પડદામાં કંપન પેદા થશે અને સાથે જ એક દિવસ એવો આવશે કે તમને નજીક બેઠેલા વ્યક્તિનો અવાજ પણ જાણે દૂરથી સંભળાશે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Evicted contestant Rohit Suchanti shares his journey of Bigg Boss 12- Tv9

FB Comments

Hits: 139

Comments are closed, but trackbacks and pingbacks are open.