તમારા મોબાઈલની બેટરી બહુ જલ્દી પતી જાય છે? આ હોઈ શકે કારણો, જાણો સરળ ઉપાયો જેનાથી તમારા મોબાઈલની બેટરી ચાલશે લાંબી

આજના સમયમાં સ્માર્ટફોન્સ લોકોની રોજબરોજની લાઈફનું જાણે કે એક અભિન્ન અંગ બની ગયું છે પરંતુ સ્માર્ટફોનનો જેટલો વધુ વપરાશ થાય તેટલી જ તેની બેટરી વધારે વપરાય. ઘણી વાર એવું પણ બને, કે જ્યારે તમારા સ્માર્ટફોનને દિવસમાં 2થી 3 વાર ચાર્જિંગમાં મૂકવો પડે.

જો તમે પણ એમાંના જ એક છો કે જેઓ પોતાના સ્માર્ટફોનની બેટરી જલ્દી પૂરી થઈ જતી હોવાની મુશ્કેલીમાં છો તો આજે અમે તમને બતાવીશું કેટલીક એવી ટિપ્સ કે જેનાથી તમારાા સ્માર્ટફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે.

જાણો, સ્માર્ટફોનનું બેટરી બેકઅપ વધારવાની ટીપ્સ

  • બ્લૂટૂથ બંધ રાખો

બ્લૂટૂથ હેડસેડ કે સ્પીકર્સ આજકાલ ફોન સાથે ખૂબ વપરાવા લાગ્યા છે. બ્લૂટૂથથી બેટરી ઘણી ઝડપથી વપરાય છે. એટલે જ્યારે પણ જરૂર ન હોય ત્યારે સૌથી પહેલા બ્લૂટૂથ બંધ કરો.

  • WiFi બંધ રાખો

ફોનમાં જેટલા પર વાયરલેસ કનેક્ટિવિટી ધરાવતા ફીચર્સ હોય છે તે તમારા ફોનની બેટરી બહુ જલ્દી ખતમ કરી દે છે. વાઈફાઈ પણ બ્લૂટૂથની જેમ જ કામ કરે છે. વાઈફાઈ ત્યારે જ ઓન કરો જ્યારે કામ હોય અને કામ પતે એટલે બંધ કરી દો. ઘરેથી કે ઓફિસથી નીકળો ત્યારે પહેલા ચકાસો કે વાઈફાઈ બંધ કર્યું છે કે નહીં.

  • બેકગ્રાઉન્ડમાં એપ્સ ન ચાલવા દો

કેટલીયે વાર આપણે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ અને પછી સીધા જ હોમ સ્ક્રિન પર આવી જઈએ. આમ કરવાથી તે એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને ફોનની બેટરી ખતમ કરી દે છે. એટલે જ્યારે પણ તમે કોઈ એપમાંથી બહાર આવો, એટલે કે તેનું કામ પતી જાય એમ તરત જ તેને બંધ કરી દો.

  • બ્રાઈટનેસ ઓછી કરી દો

ઘણી વખત લોકો પોતાના ફોનના ડિસ્પ્લેમાં ફૂલ બ્રાઈટનેસ રાખે છે જેનાથી ફોનની બેટરી બહુ દલ્દી પતી જાય છે. જરૂરિયાત પ્રમાણે બ્રાઈટનેસને વધારો કે ઘટાડો. અથવા તો પછી સેટિંગમાં જઈને અડેપ્ટિવ બ્રાઈટનેસને ઓન કરી દો. જ્યારે બેટની ખૂબ ઓછી હોય ત્યારે બ્રાઈટનેસ એકદમ ઓછી કરી દો તેનાથી બેટરી લાંબી ચાલશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
  • વાઈબ્રેશન બંધ રાખો

જો તમે કોઈ જરૂરી મીટિંગમાં નથી તો વાઈબ્રેશન ઓન રાખવાનો કોઈ અર્થ નથી. જો ફોનની બેટરી લાંબી ચલાવવી હોય તો વાઈબ્રેશન બંધ કરી રિંગર કે નોટિફિકેશન ઓન રાખો. નોટિસ કરજો કે જેવી વાઈબ્રેશન બંધ રાખવાની ટેવ રાખશો ફોનની બેટરી પહેલા કરતા વધારે કામ કરશે.

આ પણ વાંચો: જાણો છો રાત્રે કૂતરા કેમ રડે છે? કારણ જાણીને વિશ્વાસ નહીં આવે

  • લોકેશન સર્વિસ અને GPS

ગૂગલ મેપના આવી જવાથી હવે ગમે ત્યાં પહોંચવાનું ખૂબ સરળ બની ગયું છે. પહેલાની જેમ હવે લોકોએ બધાને રસ્તો પૂછવાની જરૂર નથી પડતી પરંતુ ફોનમાં હાજર લોકેશન સર્વિસ અને જીપીએસ નેવિગેશન ફોનની બેટરી સૌથી વધુ જલ્દી ખતમ કરે છે. તેનો ઉપયોગ ન કરો અને જરૂરિયાત ન હોય ત્યારે તેને બંધ જ રાખો.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: Singer Aishwarya Majmudar joins BJP| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

તે નથી બોલી શકતી કે નથી ચાલી શકતી, તેનામાં નથી લાગણીઓનો ઘોડાપૂર કે નથી દ્વેષનો ઝંઝાવાત, તે તો છે સ્થિતપ્રજ્ઞ, છતાં કોણ બની ગયું તેનું દુશ્મન ?

Read Next

લોકો ખોવાઈ જાય એ મેળો એટલે ‘કુંભમેળો’ એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

WhatsApp પર સમાચાર