અમદાવાદમાં એક દુકાનદારે હેલ્થ અધિકારી પર ઉકાળેલું તેલ ફેંક્યું

અમદાવાદની એક ફરસાણની દુકાન પર ચેકિંગ કરવા ગયેલા અધિકારી પર દુકાનદારે ઉકળતુ તેલ ફેંક્યું છે. આ ઘટના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી શ્રીજી દાળવડા એન્ડ ભજીયા હાઉસમાં બની છે.

આ ફરસાણની દુકાન પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પૂર્વ ઝોનની ટીમ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીના વેચાણની તપાસ કરવા ગઈ હતી. જ્યાં તપાસ દરમિયાન દુકાનમાં નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું સામે આવ્યું હતુ.

 

READ  'શોલે' અને 'ઝંઝીર' પણ ન અપાવી શકી તે સ્થાન 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' થી બિગબી ને મળ્યું

આ મુદ્દે અધિકારીઓએ કાર્યવાહીની વાત કરતા જ દુકાનદાર ઉશ્કેરાયો હતો અને તપાસ કરવા આવેલા અધિકારીઓ પર ગરમ તેલ રેડ્યું હતું. આ હુમલામાં દાઝી ગયેલા હેલ્થ અધિકારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે દુકાનદાર દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો છે તો તંત્રએ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના કારણે દુકાનને સીલ કરવામાં આવી છે.

READ  VIDEO: આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલ, અમદાવાદમાં ડેન્ગ્યુ બેકાબુ, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

 

Oops, something went wrong.
FB Comments