દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલના જૂના મિત્ર અને ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાને ચૂંટણી પંચની નોટિસ

ec notice to kapil mishra on the hindustan pakistan statement tweeted how is fear in speaking the truth delhi vidhansavha election kejriwal na juna mitra ane BJP na umedvar kapil mishra ne EC ni notice

મોડલ ટાઉન સીટથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાના હિન્દૂસ્તાન અને પાકિસ્તાનવાળા ટ્વીટ પર રિટર્નિગ ઓફિસરે તેમને નોટિસ મોકલી છે. ગુરૂવારે રાત્રે ચૂંટણી પંચે નોંધ લેતા, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને 24 કલાકની અંદર તેની પર રિપોર્ટ સોંપવામાં માટે કહ્યું હતું. ત્યારબાદ કપિલ મિશ્રાને નોટિસ મોકલવામાં આવી છે. ત્યારે કપિલ મિશ્રાએ શુક્રવારે ફરી એક ટ્વીટ કરી કહ્યું સત્ય બોલવામાં ડર કેવો? સત્ય પર અડગ છું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર એકદમ નવા અંદાઝમાં કર્યો હુમલો,જુઓ વીડિયો

આમ આદમી સરકારમાં મંત્રી રહેલા કપિલ મિશ્રા હવે ભાજપની ટિકિટ પર દિલ્હીની મોડલ ટાઉન સીટથી ચૂંટણી લડી રહ્યા છે. કપિલ મિશ્રાએ ગુરૂવારે એક ટ્વીટ કરી લખ્યું, 8 ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તાઓ પર હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો મુકાબલો થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  નીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત

 

દિલ્હી ચૂંટણી પંચ શુક્રવાર સાંજ સુધી પોતાનો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપશે. તમને જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top News Headlines Of This Hour : 10-04-2020 | Tv9GujaratiNews

FB Comments