PM નરેન્દ્ર મોદી બાયોપીક, નમો ટીવી બાદ હવે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન આધારિત વેબ સીરીઝના પ્રસારણને અટકાવવા આદેશ આપ્યો

ચૂંટણી પંચ કોઈપણ માધ્યમ પર કોઈ વિશેષ પાર્ટીનો પ્રચાર ન થાય તેને લઈને પગલા લઈ રહ્યું છે. પીએમ મોદીની બાયોપીક, નમો ટીવી બાદ હવે ‘મોદી જર્ની ઓફ અ કોમન મેન’ વેબસીરીઝ પર પણ પંચે કાર્યવાહી કરી છે.

ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન પર આધારીત વેબ સીરીઝ મોદી ‘જર્ની ઓફ અ કોમન મેન’ના પ્રસારણને અટકાવવાનો આદેશ આપ્યો છે અને બીજો આદેશ ન આવે ત્યાં સુધી વેબસાઈટ પર આ સીરીઝને લઈને બધું જ કન્ટેન્ટ હટાવી દેવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આ પહેલા પણ વડાપ્રધાન મોદી પર રીલીઝ થઈ રહેલી બાયોપીકને પણ અટકાવી દીધી હતી.

READ  FaceAppનો ઉપયોગ કરી ફોટો એડિટ કરી રહ્યાં છો તો થઈ જાઓ સાવધાન!

 

 

ચૂંટણી પંચે નોટિસ ફટકારીને કહ્યું છે કે અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે કે વેબ સીરીઝ ‘મોદી જર્ની ઓફ અ કોમન મેન’ જેના પાંચ એપિસોડ પણ તમારી સાઈટ પર ઉપલબ્ધ છે. તમને ઓનલાઈન સ્ટ્રીમીંગ બંધ કરવાનો અને બીજા આદેશ સુધી આ વેબ સીરીઝને લઈને બધી જ સામગ્રી હટાવી લેવાનો નિર્દેશ આપવામાં આવે છે.

READ  ગુજરાતમાં સૌથી વધુ લીડથી નવસારી લોકસભા બેઠકની ચૂંટણી જીતનાર સાસંદ સી.આર.પાટીલની સામે કોળી સમાજે મોરચો માંડ્યો

આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ

 

આમ ચૂંટણી પંચે હવે ઓનલાઈન વેબ સીરીઝ પર લગામ કસી દીધી છે અને ઈરોઝ નાઉને નોટિસ પણ ફટકારી છે. સાથે હાલ જેટલી પણ સામગ્રી આ વેબ સીરીઝને લઈને ઓનલાઈન સાઈટ પર છે તેને પણ બીજા આદેશ સુધી હટાવી લેવાનો નિર્દેશ આપ્યો છે.

READ  આલિયા ભટ્ટે વરૂણ ધવનને રણબીર કપૂર સમજીને કરી દીધુ આ કામ !

 

Banaskantha : Farmer attacked by bear, hospitalised | Tv9GujaratiNews

FB Comments