ભારતીય રાજનીતિની સૌથી મહત્વની ઘટના, ચંદ્રબાબુ નાયડુ EVM ચોરને જ EVM ‘એકસપર્ટ’ બનાવીને ચૂંટણી પંચની સામે લઈ ગયા અને ખુલી ગઈ પોલ!

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા બાદ ફરીથી વિપક્ષો એકસાથે આવ્યા છે અને ઈવીએમમાં છેડછાડનો વિરોધ કરી રહ્યાં છે. ટીડિપી પાર્ટી પણ તે પ્રતિનીધિ મંડળમાં સામેલ છે.

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પછી શનિવારના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ઈવીએમમાં છેડછાડની ફરિયાદ લઈને ચૂંટણી પંચ પાસે પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુએ આ દાવો એક પોતાના એક્સપર્ટના આધારે ચૂંટણી પંચ સમક્ષ રાખ્યો હતો અને ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આ એક્સપર્ટની વધારે માહિતી માગી પણ તો ચૂંટણી પંચે ખબર પડી ગઈ કે આ એક્સપર્ટ તો ઈવીએમ ચોરીના ગૂનામાં સંડોવાયેલો હતો. હાલ તેને જામીન મળી ગયા છે. એક્સપર્ટનું નામ હરિ પ્રસાદ છે જે હૈદરાબાદ શહેરમાં રહે છે.

READ  બસ એક નાનકડી ભૂલ અને તમારું વોટસએપ એકાઉન્ટ થઈ શકે છે બ્લોક

2010ના વર્ષમાં હરિ પ્રસાદે કરી હતી ઈવીએમની ચોરી

હરિ પ્રસાદ

ચૂંટણી પંચની સાથે શનિવારના રોજ સાંજે 4 વાગ્યે ટીડીપી પાર્ટીના એક્સપર્ટ તરીકે પહોંચેલા હરિપ્રસાદની પોલ ચૂંટણી પંચના અધિકારીઓએ જ ખોલી નાખી હતી. કોઈ ફરિયાદ કરે તે પહેલાં જ ચૂંટણી પંચના અધિકારી સુદીપ જૈને આ એક્સપર્ટનો ગૂનાહિત ઈતિહાસ પ્રતિનિધિ મંડળની સામે રાખી દીધો હતો. જેમાં ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે ટીડીપી પાર્ટી પોતાના એક્સપર્ટ તરીકે એક ગુનાહિત ઈતિહાસ ધરાવતા કથિત એક્સપર્ટને કેમ લાવી શકે? આ પોલ ખુલી જવાથી આખું પ્રતિનિધિમંડળ ત્યાં ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી બહાર નીકળી ગયું હતું.

READ  VIDEO: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 5 તબક્કામાં યોજાશે મતદાન

 

 

2009માં ઈવીએમમાં કોઈ છેડછાડ થઈ શકે છે તેવું હરિપ્રસાદ સાબિત કરી શક્યો નહોતો

2010ના વર્ષમાં હરિ પ્રસાદ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે તેને ચૂંટણી વિભાગના સરકારી ઈવીએમની જ ચોરી કરી લીધી હતી. બાદમાં પણ હરિ પ્રસાદ પોતે ઈવીએમ પર સવાલો ઉઠાવી રહ્યો હતો અને અંતે ફરીથી શનિવારના રોજ ચૂંટણી પંચ સામે તેની પોલ ખુલી ગયી હતી. 2009માં એક હેકથોનનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ હરિ પ્રસાદે ઈવીએમમાં છેડછાડ શક્ય છે તેવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે સાબિત કરી શક્યો નહોતો.

READ  કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ પાસે રાજીનામું આપવા માટે પહોંચ્યા

 

Oops, something went wrong.
FB Comments