2020માં 4 ચંદ્ર અને 2 સૂર્ય ગ્રહણ, જાણો PM મોદી, અમિત શાહ સહિત દેશની સ્થિતિમાં શું થશે મોટા ફેરફાર

વર્ષ 2020 દરમિયાન વિક્રમ સંવત ૨૦૭૬ વિરોધકૃત સંવત્સર છે અને શક સંવત ( ચૈત્ર માસ તા.૨૫/૩/૨૦ ) ૧૯૪૨ શર્વરી સંવત્સર છે. વર્ષ દરમિયાન કુલ 6 ગ્રહણો છે. જેમાં 4 ચંદ્ર ગ્રહણ અને 2 સૂર્ય ગ્રહણ છે. વર્ષની શરૂઆતમાં 1 ચંદ્રગ્રહણ તા.10/01/2020 ના રોજ છે. વર્ષની મધ્યમાં 3 ગ્રહણ છે. જેમાં બે ચંદ્ર ગ્રહણ પૈકી પહેલું તા.5/6/2020 તો બીજું તા.5/7/2020 અને એક સૂર્ય ગ્રહણ તા.21/6/2020ના રોજ છે. વર્ષના અંતમાં બે ગ્રહણ છે. જેમાં એક તા.30/11/2020 ચંદ્ર ગ્રહણ અને બીજું તા.14/12/2020 સૂર્ય ગ્રહણ છે.

READ  ભાજપના યુવા મોરચા દ્રારા લોકસભાની ચૂંટણી પહેલા યુવાનોના હ્દય જીતવા માટેનો અનોખો પ્રયાસ શરૂ કર્યો

રાહુ અને મકર કરશે આ રાશિમાં ગોચર

વર્ષના મધ્યમાં ત્રણ સળંગ અને વર્ષના અંતમાં સળંગ બે ગ્રહણ આવ્યા છે. લાંબા ગાળાની ભ્રમણ કરતા ગ્રહ એક શનિ તા. 24/01/2020થી મકર રાશિમાં આવે છે. અને તે દરમિયાન ગુરુ પણ તા.29/3/2020થી તા.29/6/20 સુધી મકર રાશિમાં ભ્રમણ કરી યુતિ કરે છે. તે દરમિયાન ઉ.ષા નક્ષત્રમાં પણ યુતિ થાય છે. તા.23/9/2020થી રાહુ-વૃષભ રાશિમાં અને કેતુ-મકર રાશિમાં ભ્રમણ કરે છે. ભારત દેશની વૃષભ લગ્નની કુંડળી છે અને તેમાં મકર રાશિ ભાગ્ય સ્થાનમાં આવે છે.

READ  રાહુલ ગાંધીના 'PM મોદીને યુવાનો ડંડાથી મારશે' નિવેદન પર PMએ આપ્યો કંઈક આવો જવાબ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજકીય નેતાઓને શું પડશે મુશ્કેલી?

દેશની સ્થિતિમાં આંતરિક અને બાહ્ય અશાંતિ રહશે, અર્થ વ્યવસ્થા, બજાર ધીમું પડે અને વર્ષના મધ્ય પછી મંદી તરફી જવાની વધુ શક્યતાવાળું કહી શકાય. દેશમાં નવા પ્રશ્ન ઉભા થવાની શક્યતા છે. નેતાગીરીમાં અવિશ્વાસ ઉભો થાય, ઘણા રાજ્યમાં મુખ્યમંત્રી બદલાય, રાજકીય પક્ષોમાં અસંતોષ બદલાય, મોટાનેતાઓ જેવા કે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઇ શાહ, રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મામતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ઉદ્વવ ઠાકરે, વગેરેને મુશ્કેલી વધે અને નિર્ણય લેવામાં મુશ્કેલી આવે, અણધાર્યા પ્રશ્નની આવી શકે છે.

READ  આજનું રાશિફળઃ તુલા સહિતના આ રાશિ જાતકોએ ખાસ ધ્યાન રાખવું, ભોજન સંબંધી બીમારી થઈ શકે છે

દેશના બજેટમાં ઉત્સાહનો અભાવ અને અસંતોષ જેવા મળે, બેન્કિંગ, પોલીસ, સેના, ગુપ્તચર બાબત, યુવા, મીડિયા, જેવામાં નવા પરિવર્તન આવી શકે છે. કોઈ નવા કૌભાંડ બહાર આવે, રાજકીય પક્ષો વચ્ચે ખેંચીતાણ વધુ રહેશે, આગ, અકસ્માત, કુદરતી હોનારત, વધે તેવી સંભાવના છે. વર્ષ દરમિયાન યથા શક્તિથી પૂજા ભક્તિ કરવી શ્રેષ્ઠ કહી શકાય.

ડો. હેમીલ પી લાઠીયા
મેદાનીય જ્યોતિષાચાર્ય

FB Comments