મહારાષ્ટ્ર પર 4.5 લાખ કરોડથી પણ વધારેનું દેવું, CM ઉદ્ધવ ઠાકરે રાજ્યની આર્થિક સ્થિતી સુધારશે?

In Last Act of Maharashtra Drama, Uddhav Thackeray to Face Floor Test Tomorrow

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. તેની સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ ગઈ. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ સભ્ય મુખ્યપ્રધાન પદ સંભાળશે. ત્યારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સામે ઘણા મોટા પડકારો છે. ઉદ્ધવ ઠાકરેની સામે પડકાર આર્થિક સ્તરે રહેશે. હાલમાં રાજ્યની આર્થિક સ્થિતી સારી નથી.

uddhav thackeray

 

જૂન મહીનામાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં નાણા મંત્રી સુધીર મુંગટીવારે 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કર્યુ. આ બજેટમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર પર દેવું 4.7 લાખ કરોડ રૂપિયાથી વધારેનું છે. ત્યારે 2018-19માં મહારાષ્ટ્ર સરકારનું દેવું 4.14 લાખ કરોડ રૂપિયા હતું, જે સતત વધી રહ્યું છે. સરકારે કુલ બજેટ 3,34,933 કરોડ રૂપિયા રાખ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો નવો કીમિયો, આ જગ્યાએ લઈ શકો છો શુદ્ધ હવા

આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સરકારની રાજકીય ખોટ વધીને 20,292.94 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા રાજકીય ખોટ 14,960.04 કરોડ રૂપિયા હતી. તેથી માત્ર એક વર્ષમાં મહારાષ્ટ્રની રાજકીટ ખોટ 5 હજાર કરોડ એટલે કે 35.6 ટકાથી વધી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  તો શું મહારાષ્ટ્રમાં મનસે ભાજપનું ગઠબંધન થશે? જાણો દેવેન્દ્ર ફડણવીસનો જવાબ

 

 

જૂન મહિનામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી સુધીર મુંગટીવારે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનો ખર્ચ 3,34,933.06 કરોડ રૂપિયા અને આવક 3,14,640.12 કરોડ રૂપિયા રહેવાની સંભાવના છે. ત્યારે ખોટની વાત કરીએ તો 61,669.94 કરોડ રૂપિયા થવાની સંભાવના છે. એક વર્ષ પહેલા મહારાષ્ટ્રની ખોટ 56,053.48 કરોડ રૂપિયા હતી. તેથી તેમાં લગભગ 6 હજાર કરોડનો વધારો થઈ શકે છે.

READ  મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments