નીરવ મોદીની 5 લક્ઝરી ગાડીઓની હરાજી કરીને EDએ વસુલ્યા આટલા કરોડ

દેશના ભાગેડુ હીરા કારોબારી નિરવ મોદીની જપ્ત કરેલી 7 લગ્જરી ગાડીઓની ફરી વાર હરાજી કરવામાં આવી. તેમાંથી 5 ગાડીઓની હરાજી થઈ ગઈ છે. આ ગાડીઓની હરાજીના વેચાણ દ્વારા કુલ 2.9 કરોડ રૂપિયા EDએ વસુલ્યા છે.

આની પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની 13 ગાડીઓની તેમની વેબસાઈટ પર હરાજી કરવામાં આવશે. એ હરાજીમાં 12 ગાડીઓ ખરીદનાર મળ્યા હતા પણ એક મર્સિડીઝ SUV સહિત 4 ગાડીઓ માટે ખરીદનાર નક્કી સમયમાં રકમ જમા કરાવી શક્યા નહતા. ત્યારબાદ આ 5 ગાડીઓની ફરી વાર હરાજી કરવામાં આવી હતી.

 

READ  PNB કૌભાંડ: મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલુ

આ ગાડીઓ માટે EDનું કહેવું છે કે પહેલાની હરાજીમાં રોલ્સ રોયસ ગોસ્ટ અને એક પોર્શે પેનામેરા માટે અનુમાનથી ઓછી બોલી આવી છે અને તેથી આ વખતે આ ગાડીઓની બેઝ પ્રાઈઝની સાથે હરાજી માટે રાખવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

EDના ડાયરેક્ટરે જણાવ્યું કે અમે ઘણી ગાડીઓ માટે ઉંચી બોલીનો વિશ્વાસ કરી રહ્યાં હતા. ઘણી પાર્ટીઓ સમયની અંદર રકમ જમા ના કરી શક્યા. રોલ્સ રોયસની 1.7 કરોડ રૂપિયામાં હરાજી કરી. જ્યારે પોર્શે માટે 60.25 લાખ રૂપિયાની બોલી આવી. હરાજી થયેલી અન્ય ગાડીઓમાં એક મર્સિડીઝ SUV, ટોયોટા ઈનોવા અને હોન્ડા બ્રિયો હતી.

READ  25 હજાર કરોડ રૂપિયાના મહારાષ્ટ્ર બૅન્ક કૌભાંડ કેસમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર પર FIR

આ પણ વાંચો: ઓછો થશે તમારો EMI? આજે RBIની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી 13,557 કરોડના પંજાબ નેશનલ બૅન્કના ગોટાળાના આરોપી છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે અને ગયા અઠવાડિયે બ્રિટિશ કોર્ટે ચોથી વખત તેની જામીન અરજી રદ કરી હતી.

READ  અમદાવાદ શહેર ભાજપમાં ઘમાસાણ, કાર્યકર્તાએ PM મોદીને જૂથવાદને અંગે લખેલો પત્ર વાઈરલ

 

Oops, something went wrong.
FB Comments