એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

પ્રતીકાત્મક તસવીર

બિહારના શિવહરમાં મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલ સફાઈ દરમિયાન ગોળી છૂટી અને ચૂંટણી અધિકારીનું મોત થયુ છે.

શિવહર જિલ્લાના શ્યામપુર ભટાહાંમાં બૂથ નંબર 275 પર હોમગાર્ડ જવાનની રાઇફલથી ગોળીબાર થયો અને એક ચૂંટણી અધિકારીને વાગી જતાં મોત થયુ હતું. તે સીતામઢી જિલ્લાના રાતવારા ગામમાં રહે છે અને બાજીતપુર મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

 

READ  PSI એ નશાની હાલતમાં કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ, જુઓ VIDEO

શિવરના SDPO રાકેશ કુમારે જણાવ્યું હતું કે બૂથ પર મતદાન શરૂ થાય તે પહેલાં હોમગાર્ડ જવાન રાઇફલ સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન જ રાઈફલનુ ટ્રિગર દબાઈ ગયું અને ગોળી છૂટી ગઈ સાથે વરંડામાં બેઠેલા ચૂંટણી અધિકારીને ગોળી વાગી ગઈ હતી.

અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સદર હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ વધુ સારવાર માટે તેમને એસ.કે.એમ.સી.સી. રીફર કરવામાં આવ્યાં હતા જ્યાં અધિકારીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.

READ  SBIના ગ્રાહકોને મોટો ઝટકો! ગ્રાહકોને થશે નુકસાન..

આ પણ વાંચો: શું દિગ્વિજય સિંહ 10 વર્ષના વનવાસ બાદ ફરીથી જીતી શકશે? આ 4 પૂર્વ મુખ્યમંત્રીઓની કિસ્મત છે દાવ પર

 

Oops, something went wrong.
FB Comments