રાષ્ટ્રીય રમત દિવસ પર દેશને મળ્યુ વધુ એક ગોલ્ડ મેડલ, ઈલાવેનિલે શૂટિંગ વિશ્વ કપમાં મેળવ્યું પ્રથમ સ્થાન

ભારતીય યુવામહિલા શૂટર ઈલાવેનિલ વાલારિવાને રિયો ડી જનેરિયોમાં ચાલી રહેલી વિશ્વ કપ 2019માં મહિલા 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 20 વર્ષીય ઈલાવેનિલ પોતાની પ્રથમ સિનીયર શૂટિંગ વિશ્વ કપમાં મહિલા 10 મીટર એર રાઈફલમાં વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી ત્રીજી ભારતીય નિશાનેબાજ બની છે.

આ પહેલા અપૂર્વી ચંદેલા અને અંજલી ભાગવતે આ સિદ્ધિ મેળવી હતી. 251.7 પોઈન્ટની સાથે ઈલાવેનિલે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. જ્યારે ગ્રેટ બ્રિટેનની સિયોનાડ મેંકિટોશે 250.6 પોઈન્ટની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: દારૂની મહેફિલ પકડાવાનો કેસ, કોર્ટે તમામ આરોપીના જામીન રદ કરી કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ

વાલારિવાન આ પહેલા જૂનિયર વિશ્વ કપમાં 2 ગોલ્ડ મેડલી જીતી ચૂકી છે. ફાઈનલમાં ભારતની સિનીયર શૂટર અંજૂમ મુદગિલ છઠ્ઠા સ્થાન પર રહી. આ પહેલા અપૂર્વી ચંદેલા ખુબ ઓછા અંતરથી ફાઈનલમાં ક્વોલિફાઈ કરતા કરતા રહી ગઈ હતી. તેમનું ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 11મું સ્થાન રહ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Breaking News: ન રહ્યા બોલિવુડના 'પાનસિંહ તોમર', અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈમાં નિધન

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતે 2020 ઓલમ્પિક ઈવેન્ટ માટે પહેલેથી જ પોતાના કોટાની 2 જગ્યા સુરક્ષીત કરી લીધી છે. વાલારિવાને તેની સિનીયર શૂટર અંજૂમ મુદગિલને પણ હરાવી દીધી. વાલારિવાન અને મુદગિલ બંનેએ 629.4 અને 627.7 પોઈન્ટની સાથે ક્વોલિફાઈ કર્યુ હતું. ફાઈનલ માટે ક્વોલિફાઈ કરનારા 8 લોકોમાં આ બંને સામેલ હતા.

READ  ભારતના પ્રથમ અને એકમાત્ર IIT સ્નાતક મુખ્યપ્રધાન જીવન-મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા, અત્યંત નાજુક હાલક હોવા છતાં કહ્યું, ‘માનવ મસ્તિષ્ક કોઈ પણ બીમારી પર વિજય પામી શકે છે’

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments