ચૂંટણી પંચની આકરી કાર્યવાહી, પશ્ચિમ બંગાળમાં પ્રચારનો એક દિવસ ઘટાડી દીધો

પશ્ચિમ બંગાળની રાજનીતિનો વિવાદ હજુ પણ યથાવત છે. ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓના હોબાળા બાદ ચૂંટણી પંચે હવે સક્રિય થયું છે. પરિસ્થિતિને ચૂંટણી પહેલા કાબૂ કરી શકાય તે માટે ચૂંટણી પંચે આકરો નિર્ણય લીધો છે.

કોલકાત્તામાં અમિત શાહનો રોડ-શૉ હતો અને આ રોડ-શૉ જ્યારે કોલકત્તા યુનિવર્સિટી પાસે પહોંચ્યો ત્યારે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ ગયી હતી. આ બાબતે ભાજપે ટીએમસીની વિરુદ્ધમાં ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો હતો. ટીએમસીના નેતાઓ પણ ભાજપ પર આરોપ લગાવી રહ્યાં હતા અને હોબાળો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયો તેના પૂરાવા આપવાની વાત પણ કરી રહ્યાં હતા. આ બધાની વચ્ચે ચૂંટણી પંચે પોતાનું ફરમાન જાહેર કર્યું છે.

 

આ પણ વાંચો: શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?

પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને ચૂંટણી પંચે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશેની જાણકારી આપી હતી. આ ફેસલો 16મેના રોજ લાગુ થઈ જશે. આમ બંગાળમાં કોઈપણ પાર્ટી અને નેતાઓ ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. બંગાળમાં 9 સીટ પર મતદાન યોજાવાનું છે. લોકસભા વિસ્તારમાં કાલે રાત્રેથી પ્રચાર પર પ્રતિબંધ આવી જશે. ચૂંટણી પંચે સુરક્ષાને લઈને આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે પ્રચારનો એક દિવસ જ ઘટાડી દીધો છે જેના લીધે દિગ્ગજો નેતાઓની સભાઓ પણ કેન્સલ થશે.

READ  'ચોકીદાર ચોર હે' પર રાહુલ ગાંધીએ કહ્યું કે , મેં સુપ્રીમ કોર્ટ પાસે માફી માંગી, ભાજપ પાસે નહી

 

Oops, something went wrong.
FB Comments