લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયો શાંત, જાણો 19મેના રોજ છેલ્લાં તબક્કામાં કેટલાં રાજ્યોમાં કેટલી બેઠકો પર યોજાશે મતદાન?

દેશની 59 સીટો પર 19મેના રોજ અંતિમ તબક્કાની ચૂંટણી યોજાનાર છે જેમાં શુક્રવારે સાંજે 50 સીટો પર ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. ચૂંટણી પંચના આદેશ બાદ પશ્ચિમ બંગાળની 9 લોકસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર ગુરૂવારે રાત્રે 10 વાગે જ બંધ થઇ ગયો હતો. બુધવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રોડ-શૉ દરમિયાન વિદ્યાસાગર કોલેજમાં તોડફોડ થઇ હતી અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તી તોડી નાખ્યા બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો.

READ  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણો કયા નેતાઓના ગ્રહની સ્થિતિ છે મજબૂત

 

આ પણ વાંચો: GSTના દરમાં ફેરફાર, જો બિલ્ડર ઈચ્છે તો થઈ જશે તમારી હોમ લોનમાં આ મોટો ફાયદો!

ચૂંટણીના અંતિમ તબક્કામાં બિહારની 8, ચંદીગઢની 1, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3, મધ્ય પ્રેદેશની 8, પંજાબની 13, ઉત્તર પ્રેદેશની 13 અને પશ્ચિમ બંગાળની 9 સીટો પર મતદાન યોજાનાર છે. પશ્ચિમ બંગાળ સિવાયની 50 સીટો પર શુક્રવારે સાંજે 5:00 વાગે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.

 

READ  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણઃ NCPના પ્રવક્તાનું નિવેદન, શિવસેના તૈયાર હશે તો અમે વિચારીશું

19મેના રોજ ચૂંટણીના અંતિમ તબક્કા બાદ 23મેના રોજ ચૂંટણીના પરિણામની જાહેરાત થશે પરંતુ ચૂંટણીનો અંતિમ તબક્કો રવિવારે છે અને ત્યારબાદ સાંજે એક્ઝિટ પોલના પરિણામો જાહેર થશે. જેમાં વિવિધ પોલના આધારે અનુમાન લગાવી શકાશે કોની સરકાર બનશે?

 

Oops, something went wrong.
FB Comments