CM યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવ્યો પ્રતિબંધ

આચારસંહિતાના ઉલ્લઘંનના મામલે ચૂંટણી પંચે કડક પગલા લીધા છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીના પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી લાગૂ રહેશે. આ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી કોઈ રેલી અને સભાને સંબોધિત નહી કરી શકે અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નહિ કરી શકે તથા કોઈ પણ ઈન્ટરવ્યૂ આપી શકશે નહી.

 

READ  ઉદ્ધવ ઠાકરે અને પત્ની રશ્મી ઠાકરેએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાનના લેશે શપથ

ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલે સવારે 6 વાગ્યે શરૂ થશે. ચૂંટણી પંચના નિર્ણયથી યોગી આદિત્યનાથ 16,17 અને 18 એપ્રિલ દરમિયાન કોઈ પ્રચાર નહી કરી શકે. તે સિવાય BSP પાર્ટીના પ્રમુખ માયાવતી 16 અને 17 એપ્રિલ દરમિયાન કોઈ ચૂંટણી પ્રચાર નહી કરી શકે.

 

Oops, something went wrong.
FB Comments