નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી, વિવાદીત અપીલને લઈને ચૂંટણી પંચે નોટિસ ફટકારી 24 કલાકમાં માગ્યો જવાબ

ચૂંટણી પંચે નોટિસ ફટકારીને પંજાબમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિહં સિદ્ધુ પાસે જવાબ માગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ બિહારના કટિહાર ખાતે એક રેલીમાં વિવાદીત અપીલ કરી હતી. 

 

આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું?

 

READ  ડોક્ટર યુવતી સાથે દુષ્કર્મ! વિધર્મી યુવકે 9 વર્ષ સુધી આચર્યુ દુષ્કર્મ, જુઓ VIDEO

બિહારના કટિહારમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ એક જાહેરસભાને સંબોધિત કરી હતી અને ત્યાં મુસ્લિમો મતદારોને લઈને એક નિવેદન આપ્યું હતું. બાદમાં ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને આ સભાને લઈને રિપોર્ટસ પણ મંગાવ્યા હતા.

 

 

નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમોને એકજૂટ થઈને કોંગ્રેસને વોટ આપવા પોતાના ભાષણમાં અપીલ કરી હતી અને આ અપીલના લીધે ચૂંટણી પંચે જવાબ માગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તમે અલ્પસંખ્યક હોવા છતાં પણ અહિંયા બહુસંખ્યક છો. જો તમે એકજૂટ રહેશો તો કોંગ્રેસના ઉમેદવારને કોઈપણ નહીં હરાવી શકે. ચૂંટણી પંચે હવે સિદ્ધુને નોટિસ ફટકારીને આ નિવેદન બાબતે 24 કલાકમાં જવાબ આપવા કહ્યું છે.

READ  વારાણસીથી PM મોદી સામે ચૂંટણી લડવા બાબતે જાણો પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

 

Top 9 Entertainment News Of The Day: 22/2/2020| TV9News

FB Comments