ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

ચૂંટણી પંચે ટ્વિટરને એક્ઝિટ પોલ સંબંધિત બધી પોસ્ટ્સને દૂર કરવા કહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચે આ બાબતે કેટલીક ફરિયાદો મળી હતી. આ પછી કમિશને આ આદેશ આપ્યો. ફરિયાદો કોની પાસેથી આવી હતી, તે કહેવામાં આવ્યું નથી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. અમારી સામે એક જ કેસ હતો, જે પોતે જ યુઝર દ્વારા પોલ દૂર કરવામાં આવ્યો હતો.” એક દિવસ પહેલા 3 મીડિયા હાઉસને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ મીડિયા હાઉસે લોકસભાની ચૂંટણીના અંદાજિત પરિણામો વિશે એક સર્વેક્ષણ પ્રકાશિત કર્યું છે.

 

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સફળ રહી તો ભારતીયોની ચિંતા થશે ખત્મ

રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટના સેક્શન,126 અનુસાર કોઈ પણ વ્યક્તિ ચૂંટણી દરમિયાન પ્રિન્ટ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈપણ એક્ઝિટ પોલ પ્રકાશિત કરી શકે નહીં. ચૂંટણીનો સમય પ્રથમ દિવસના મતદાનથી શરૂ કરીને છેલ્લા દિવસના મતદાનના અડધા કલાક પછી સુધી ગણવામાં આવે છે. આ સમય દરમિયાન, કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પ્રકાશિત કરવાની મંજૂરી નથી હોતી. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને બે વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. દંડ સાથે સજા પણ થઈ શકે છે. છેલ્લા તબક્કાનું મતદાન 19 તારીખે છે.

છેલ્લાં તબક્કામાં મતદાન પછી એક્ઝીટ પોલ આવવાનું શરુ થઈ જશે અને તેના દ્વારા ચૂંટણીના પરિણામો પહેલાં કોને કેટલી સીટો મળશે તેની આગાહી કરવામાં આવશે. ટ્વિટ પર પોલને લઈને ચૂંટણી પંચ આકરા પાણીએ છે અને તમામ પોલને રિલેટેડ પોસ્ટ હટાવવાનો આદેશ કર્યો છે.

 

Experience of a student who eye witnessed the entire fire incident in Surat- Tv9

FB Comments

TV9 Webdesk11

Read Previous

એક મેચમાં 11 બેટસમેનોએ કરેલા કુલ રન જાણીને તમને વિશ્વાસ નહી થાય!

Read Next

આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!

WhatsApp chat