દિલ્હી: ચૂંટણી પંચની બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ, વિધાનસભા ચૂંટણીની થઈ શકે જાહેરાત

Election Commission of India to announce schedule of Delhi Elections at 3.30 pm today delhi election commission ni bapore 3.30 PM e patrakar parishad vidhansabha election ni thai shake jaherat

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે, તેનું સસ્પેન્સ આજે ખત્મ થઈ જશે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજીને તેની જાણકારી આપશે. દિલ્હી ચૂંટણી કાર્યાલય આજે એ પણ ફાઈનલ કરી દેશે કે રાજધાનીમાં કેટલા લોકો વોટિંગ કરી શકશે. તે મતદારોનું લિસ્ટ પણ જાહેર કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: દેશમાં 49,401 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 1,694 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજધાનીમાં રાજકીય પાર્ટીઓ પહેલાથી જ તૈયારીઓમાં લાગેલી છે. આ વખતે ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જંગ રહેશે. ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાર્ટી તેમના ઉમેદવારો જાહેર કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

 

 

ચૂંટણીની જાહેરાત થતાં જ દિલ્હીમાં આચારસંહિતા લાગૂ થઈ જશે. મળતી માહિતી મુજબ રાજકીય પાર્ટીઓને પ્રચાર માટે માત્ર 2 અઠવાડિયાનો સમય મળી શકશે. નિયમ મુજબ રાજધાનીમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકારનું ગઠન થઈ જવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments