ચૂંટણી પંચની બંગાળમાં વધુ એક કાર્યવાહી, 2 ચૂંટણી અધિકારીઓને ફરજ પરથી લીધા હટાવી

પશ્ચિમ બંગાળમાં થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ચૂંટણી પ્રચારમાં એક દિવસ ઘટાડી દીધો તો હવે અધિકારીઓ પર પણ પોતાની કાતર ચલાવી છે.

 

 

જ્યાં ટીએમસી પાર્ટીનું ખાસ્સું વર્ચસ્વ છે ત્ચાંથી ચૂંટણી પંચે પોતાના બે અધિકારીઓને ફરજ પરથી હટાવી લીધા છે. ડાયમંડ હાર્બરએ ટીએમસીના પ્રભુત્વવાળી સીટ છે અને તે બેઠક પરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બનર્જી મેદાનમાં છે. મંગળવારે કોલકાત્તા શહેરમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ-શૉમાં હોબાળો થયો હતો અને તેને લઈને રાજકીય ગરમાવો પણ વર્તાયો હતો. આ બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને સેક્રેટરીને પોતાના પદ પરથી હટાવીને એક દિવસ પ્રચાર માટે જ ઓછો કરી દીધો હતો.

READ  અમિત શાહે કાશ્મીર મુદ્દે વધુ એક ખુલાસો કરતા કહ્યું કે, UTમાંથી ફરી પૂર્ણ રાજ્ય બનાવી દેવાશે!

આ પણ વાંચો: રાજ્યમાં સૌપ્રથમ કરાયું ફેફસાનું દાન, 2 લોકોને મળશે નવી જિંદગી

ગુરુવારના રોજ ચૂંટણી પંચે કાર્યવાહી કરીને ડાયમંડ હાર્બર ખાતેથી ચૂંટણી પંચના અધિકારીઓની હકાલપટ્ટી કરી નાખી છે. ચૂંટણી પંચે પહેલીવાર આર્ટિકલ 324નો ઉપયોગ કરીને પ્રચારનો સમય ઘટાડી દીધો અને ત્યારબાદ અધિકારીઓની હટાવવાની કાર્યવાહી ધરી છે. આ બાબતે ચૂંટણી પંચે નિષ્પક્ષ અને શાંતિના માહોલમાં ચૂંટણી થાય તે માટે આ કાર્યવાહી કરી તેવું જણાવ્યું હતું.

FB Comments