5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં કેમ થશે મોડું? બપોર પછી ટ્રેન્ડનો અંદાજો આવશે, તો પરિણામ આવવામાં પડી જશે રાત!

આ વખતે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો માટે લાંબી રાહ જોવી પડશે. કારણ છે ચૂંટણી આયોગે કોંગ્રેસની માંગ માની લીધી છે જેમાં મત ગણતરીના દરેક રાઉન્ડ બાદ પરિણામની જાણકારી લેખિતમાં આપવાની વાત કરવામાં આવી હતી.

 

આટલું જ નહીં, આ પ્રક્રિયા માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં પણ અપનાવવામાં આવશે. દિલ્હીથી ચૂંટણી આયોગે શનિવારે આ મામલાને લગતા આદેશ આપી દીધા છે.

દરેક રાઉન્ડના પરિણામની જાહેરાત બાદ જ બીજા રાઉન્ડ માટેના ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કઢાશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં 14 ટેબલ લગાવીને ગણતરી કરવામાં આવશે અને અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાં 16થી લઈને 20 રાઉન્ડમાં ગણતરી થશે. દરેક રાઉન્ડની ગણતરી અને ત્યારબાદ તેના પરિણામની જાહેરાતમાં અડધાથી પોણો કલાક લાગી શકે છે. એવામાં સમજી શકાય તેમ છે કે મતગણતરીની સમગ્ર પ્રક્રિયામાં દસ કલાકથી વધુ સમય લાગશે. એટલે સ્વાભાવિક છે કે વાસ્તવિક પરિણામ લાંબી રાહ જોયા બાદ જ જાણવા મળશે.

READ  ગુજરાતમાં 25 IPSની બદલી સાથે 15 DYSP કક્ષાના અધિકારીઓને SP તરીકે બઢતી, જાણો કયા અધિકારીની ક્યાં થઈ નિમણૂક

9 વાગ્યા બાદ તૂટશે ઈવીએમના સીલ

11 ડિસેમ્બર સવારે આઠ વાગ્યાથી પૉસ્ટલ બેલેટ તેમજ સેવામતોની ગણતરી કરવામાં આવશે. વિધાનસભા પ્રમાણે તેના ટેબલ મંગાવવામાં આવશે. એક ટેબલમાં 500 મતોની ગણતરી થશે. ત્યારબાદ પરિણામ આવ્યા બાદ આશરે 9 વાગે ઈવીએમની ગણતરી શરૂ થશે. ગણતરીમાં અડધા કલાકનો સમય લાગી શકે છે. હવે આ ગણતરીના એઆરઓ અને ત્યારબાદ આરઓ મેળવ્યા બાદ ટેબુલેશન માટે મોકલવામાં આવશે. ટેબુલેશન થઈ ગયા બાદ આરઓ ફરીથી તેને ચેક કરશે. ત્યારબાદ ઓબ્ઝર્વર તેને મેળવશે. આ તમામ પ્રક્રિયામાં 15થી 20 મિનીટ લાગી શકે છે અને ત્યારબાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

ખાલી બેસી રહેશે ગણતરી કર્મચારી

ગણતરી બાદ ટેબુલેશન, ક્રોસ ચેકિંગ અને જાહેરાત દરમિયાન મત ગણતરીના કર્મચારીઓએ ખાલી બેસી રહેવાનું રહેશે. જાહેરાત બાદ અન્ય રાઉન્ડના ઈવીએમ લાવવામાં આવશે. આવી રીતે દરેક રાઉન્ડ વચ્ચે 15થી 20 મિનીટનો સમય ફાજલ રહેશે અને સરવાળે મતગણતરીની સમગ્ર પ્રક્રિયામાં લાંબો સમય લાગશે. દરેક રાઉન્ડની જાહેરાત બાદ મતગણતરી કક્ષના ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવવામાં આવશે. અને માઈક દ્વારા ઘોષણા પર કરવામાં આવશે. રાઉન્ડ પ્રમાણે આ પરિણામનું પત્રક રાજનૈતિક દળોના પ્રતિનિધિઓને પણ આપવામાં આવશે. તો સાથે જ રાઉન્ડ પ્રમાણે આ જાણકારી રિટર્નિંગ ઓફિસર દ્નારા ચૂંટણી આયોગના કાઉન્ટિંગ સોફ્ટવેરમાં પણ લૉડ કરવામાં આવશે.

READ  મતદાનના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારામારી

કડક સૂચના

ચૂંટણી આયોગે સ્પષ્ટપણે કહી દીધું છે કે અન્ય રાઉન્ડની મતગણતરી ત્યાં સુધી શરૂ નહીં થાય, જ્યાં સુધી પહેલા રાઉન્ડની મતગણતરી સમાપ્ત ન થઈ જાય. દરેક રાઉન્ડના મતોની ગણતરી પૂર્ણ થશે અને તેનું પરિણામ બોર્ડ પર ડિસ્પ્લે કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ દરેક રાઉન્ડ બાદ ઉમેદવારને સર્ટિફિકેટ આપવાની માગ ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા પાસે કરી હતી. ત્યારબાદ આયોગે મતગણતરીની આ પ્રક્રિયા સ્પષ્ટ કરી.

આખરે કેમ સર્જાઈ વિવાદની સ્થિતિ?

અત્યાર સુધી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માગે તો જ રિટર્નિંગ ઓફિસરો દ્વારા રાઉન્ડ પ્રમાણે ટેબુલેશન શીટ આપવામાં આવતી હતી. અને દરેક રાઉન્ડના અંતે રિટર્નિંગ ઓફિસર ઉમેદવારને મળેલા વોટની ગણતરીની ઘોષણા માઈક દ્વારા કરવામાં આવતી હતી પરંતુ ઉમેદવારને તેમની સહીવાળી ટેબુલેશન શીટ નહોતી આપવામાં આવતી. તેનાથી ઉમેદવાર મતગણતરીમાં ગરબડ થઈ હોવાની ફરિયાદો કરતા હતા કારણ કે તેમની પાસે લેખિતમાં કોઈ પણ પુરાવો નહોતો રહેતો. તેના કારણે રાજનૈતિક પાર્ટીઓ અને ચૂંટણી આયોગ વચ્ચે રસાકસી ચાલી રહી હતી જેના પર ચૂંટણી આયોગે સ્પષ્ટતા કરી છે.

READ  ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકોને લઈ ભાજપ તરફથી તડામાર તૈયારી, આ દિવસે ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત

[yop_poll id=178]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat woman face trouble in budget management due to onion price hike | TV9GujaratiNews

FB Comments