ચૂંટણી આવતા સુરતના ટેક્સટાઈલ વેપારીઓમાં ખુશીનો માહોલ, જાણો કેવી રીતે ચૂંટણી કરાવી રહી છે વેપારીઓને કરોડોની કમાણી?

લોકસભાનું ચૂંટણી બ્યુગલ ફૂંકાતાની સાથે જ સુરતના ટેક્સટાઈલ વેપારીઓના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી રહી છે. ચૂંટણીના આ માહોલમાં નેતાઓ પોતાના કાર્યકર્તા અને મતદાતાઓને ખુશ કરવા વચેટીયાઓ મારફતે સાડીઓના મોટા ઓર્ડર આપી રહ્યા છે.

 

100 રૂપિયાથી માંડી 200 રૂપિયા સુધીની સાડીની ખરીદી માટેનું સેન્ટર સુરતનું ટેક્સટાઇલ્સ ઉદ્યોગ છે. 100 રૂપિયા થી 150 રૂપિયા સુધીની સાડીઓમાં રોટો, દાણી, રેનિમલ મટીરીયલનો સમાવેશ થાય છે. જેની માંગ વધુ હોવાથી ઓર્ડર પણ મળી રહ્યા છે. જ્યારે 200 રૂપિયા સુધીની સાડીઓમાં 60 ગ્રામ સિફોન, પ્લેન, ટર્કી, વેડલેસ, રંગોળી સહિત એવન- ગ્રેડ વાળી સાડીઓની પણ ડિમાન્ડ આવી રહી છે. આ વખતની લોકસભાની ચૂંટણી પહેલા 1,000 કરોડનો વેપાર થવાની પુરેપરી આશા છે.

 

READ  જાણો કોણ છે ડોન રવિ પૂજારી, જેનાથી ડરતાં ગુજરાત અને મુંબઈના વેપારીઓ અને જેની પર દેશમાં નોંધાયા છે 200થી વધારે કેસ !

હમણાં સુધી સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગના વેપારીઓ નોટબંધી અને જીએસટીના કારણે મંદીની બુમરાણ મારી રહ્યા હતા. પરંતુ હાલ જે પ્રકારે વેપારીઓ જણાવી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી ટેકસ્ટાઈલ્સ વેપારીઓ માટે મોટો ફાયદો કરાવનારી સાબિત થઈ શકે છે.

GST council cuts tax rates on job work in diamond industry to 1.5% from 5% | Tv9GujaratiNews

FB Comments