ચંદ્રબાબુ નાયડુ તમામ પાર્ટીના નેતાને મળી રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં માયવતી અને અખિલેશ વચ્ચે 1 કલાકની આ બેઠક, જાણો શું છે ગેમપ્લાન

એગ્ઝિટ પોલના તારણો આવતાં જ નેતાઓની દોડધામ વધી ગઈ છે. ખાસ કરીને વિપક્ષોએ એકબીજાના ઘરે હળવા મળવાનું વધારી દીધું છે. કારણ છે પરિણામ પછીની તૈયારી દરેક પક્ષને એમ છે કે જનતાએ આપણને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. એટલે 23મી પછી સરકાર અમે બનાવીશું. એક તરફ ચંદ્રાબાબુ નાયડું મહાગઠબંધનના નેતાઓને મળી રહ્યા છે તો આ તરફ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ તેમના ગઠબંધનના સહયોગી બસપા સુપ્રીમો માયાવતીને મળ્યા. બંને વચ્ચે એકાદ કલાક સુધી બંધ બારણે ચર્ચા થઈ.

READ  કચ્છ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપનો માન્ય આભાર, સમગ્ર મુદ્દે કોંગ્રેસ ચૂપ!

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોનું એગ્ઝિટ પોલ, કોની થશે જીત અને કોની થશે હાર

 

અખિલેશ યાદવે માયાવતી સાથે બેઠકનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે હવે આગળની તૈયારી થઈ રહી છે. જે બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, આખરે અખિલેશ અને માયાવતી શું વિચારી રહ્યા છે. નોંધનિય છે કે, તમામ એજન્સીઓના એગ્ઝિટ પોલમાં યૂપીમાં મહાગઠબંધન ભાજપ પર ભારે પડી રહ્યું છે. 40 થી વધુ બેઠકો આવે તેવા અણસાર લાગી રહ્યા છે. જે બાદ અખિલેશે હવે કિંગ મેકર સાબિત થવા માટે કવાયત તેજ કરી હોય તેવું વિશ્ષેલકો માની રહ્યા છે.

READ  ઉત્તરપ્રદેશના સીતાપુરમાં પ્રેમી યુગલની સરાજાહેર પિટાઈ, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments