એક તરફ PM મોદીને ફરી બહુમત પ્રાપ્ત થઈ રહી હતી અને બીજી તરફ બ્રિટેનના વડાપ્રધાને રાજીનામું આપી દીધું

બ્રિટીશના પ્રધાનમંત્રી ટેરેસા મે દ્વારા શુક્રવારે એક સંબોધન આપવામાં આવ્યું હતું જે બાદ તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપે છે. રાજીનામા પાછળ કારણ આપતા કહ્યું કે બ્રેક્ઝીટ ડીલમાં પોતાના સાંસદોને ટેકો આપવામાં તે નિષ્ફળ સાબીત થઈ છે. જો કે સંસદ ત્રણ વખત તેના પ્રસ્તાવોને નામંજૂર કરી ચૂકી છે. બ્રિટેનના EUમાંથી બહાર નીકળવાની સમયસીમા 29 માર્ચ સુધી જ હતી. પરંતુ ટેરેસા મેએ વધારે સમય માગ્યો હતો.

READ  શ્રાવણ પર સાવજ ? શું સિંહ ક્યારેય ઘાસ ખાય! સાવજનો ઘાસ ખાતો VIDEO થયો વાયરલ

આ પણ વાંચોઃ બહુમતથી મળશે તાકાત, રાષ્ટ્રપતિ પ્રણાલી પર વડાપ્રધાન તરીકે કામ કરશે નરેન્દ્ર મોદી

ટેરેસા મેએ કહ્યું કે મને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે હું બ્રેક્ઝિટ ન આપી શકી. પોતાના સંબોધન દરમિયાન તે ઘણી ભાવુક હતી. તો બીજી તરફ ટેરેસા મેના રાજીનામાએ બ્રિટીશ અને બ્રેક્ઝિટના સંકટને વધારે ઘટ કરી દીધું છે. બ્રિટીશે જે સમયે યુરોપીય યૂનિયન સાથે અલગ થવા મતદાન કર્યું ત્યારે લગભગ 3 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. જેથી નિર્ધારીત વિદાયના 2 મહિના બાકી રહ્યા છે અને એ વાતનો કોઈ અંદાજો નથી કે બ્રેક્ઝીટ ક્યારે અને કેવી રીતે થશે

READ  જાણો ન્યૂઝીલેન્ડ સામેની મેચને લઈને કપ્તાન વિરાટ કોહલીએ શું કહ્યું? રોહિત શર્મા અને ધોની અંગે પણ કરી આ વાત

PM Modi meets Dawoodi Bohra community members in Houston, USA | Tv9GujaratiNews

FB Comments