સુરત: ACBનો વધુ એક સપાટો, રાજ્ય વીમા નિગમના મેનેજરને રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

Employee state insurance corporation's manager caught taking bribe in Surat Surat ACB no vadhu ek sapato rajya vima nigam na manager ne rupiya 20 hajar ni lanch leta range hath jadpyo

પતિના મોત બાદ પત્નીને મળવા પાત્ર પેન્શન મંજૂર કરવાના અવેજ પેટે 20 હજાર રૂપિયાની લાંચની રકમ માગનાર મેનેજર ACBના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો. કર્મચારી રાજ્ય વિમા નિગમની કચેરી લાલ દરવાજા ખાતેની ઓફિસમાં જ મેનેજરે લાંચની રકમ 20 હજાર લેતા ઝડપાતાં ACBએ વધુ તપાસ હાથ ધરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લાંચ પ્રકરણમાં ફરાર PSI બારોટને પકડવા ACBનું કલોલ-મહેસાણામાં સર્ચ

અડાજણમાં આવેલા શાંતિવિલા એપાર્ટમેન્ટમાં રહેતા વિરેન્દ્રસિંઘ ઉમરાવસિંધ પાલ કર્મચારી રાજ્ય વિમા નિગમની કચેરી, લાલ દરવાજા ખાતેની ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેઓએ ફરિયાદીના પિતા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા અને કંપની તરફથી ફરિયાદીના પિતાજીનો કર્મચારી વિમો લેવામાં આવેલ હતો અને ફરજ દરમ્યાન રોડ અકસ્માતમાં ફરિયાદીના પિતાજીનું અવસાન થયું હતું.

READ  રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂહુર્ત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેથી મૃતકના પત્નીને મળવાપાત્ર પેન્શન મંજૂર કરવાના અવેજ પેટે ફરિયાદી પાસેથી 20 હજારની લાંચ મંગાઈ હતી. જે રકમ લાલદરવાજા ખાતેની કચેરીમાં જ મેનેજરે સ્વીકારી હતી. ફરિયાદીએ અગાઉથી ACBને જાણ કરી દીધી હોવાથી મેનેજર વિરેન્દ્રસિંઘ આબાદ છટકામાં ઝડપાઈ ગયાં હતાં. સમગ્ર મુદ્દે ACBએ વધુ તપાસ હાથ ધરી છે.

READ  VIDEO: અમદાવાદની હિંસાના દિલ્હીમાં પડ્યા પડઘા, ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસેથી તમામ માહિતી મગાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા વધી, એક્શનમાં સરકાર

FB Comments