ખુશખબર! 1 એપ્રિલથી બદલાઈ શકે છે PFથી જોડાયેલો આ નિયમ

જો તમે નોકરી કરો છો તો આ ન્યૂઝ તમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નવા નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી EPFOને લઈને મોટો ફેરફાર કરી શકે છે.

નવા નિયમની હેઠળ હવે નોકરી બદલવા પર તમારૂ પ્રોવિડન્ડ ફંડ (PF) જાતે જ ટ્રાન્સફર થઈ જશે. તેના માટે હવે તમારે હેરાન નહીં થવુ પડે. આ પ્રક્રિયાને ઓટોમેટિક બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. શ્રમ મંત્રાલય આવતા મહીનાથી આ લાગુ કરી શકે છે. EPFOને બદલવાથી નોકરી કરતા લોકોને આવતા નાણાંકીય વર્ષથી નોકરી બદલવા પર PFની રકમ ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. આ પ્રક્રિયા જાતે જ થઈ જશે. EPFOના સભ્યોને યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) આપ્યા પછી પણ PFની રકમને ટ્રાન્સફર કરવા માટે અલગથી જાણ કરવી પડે છે.

EPFOમાં દર વર્ષે EPF ટ્રાન્સફર કરાવવા માટે લગભગ 8 લાખ અરજીઓ મળે છે. શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે EPFO પ્રાયોગિક આધાર પર નોકરી બદલવા પર PFની રકમ ઓટોમેટિક ટ્રાન્સફર કરવા માટે કામ કરી રહ્યું છે. બધા જ સભ્યો માટે આ સુવિધા આવતા વર્ષે કોઈ પણ સમયે શરૂ કરવામાં આવી શકે છે. EPFOને પેપરલેસ સંગઠન બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનું કામ સી-ડેકને આપ્યું છે. હાલમાં 80 ટકા કામ ઓનલાઈન થઈ રહ્યું છે. નોકરી બદલવા પર EPFના ઓટમેટિક ટ્રાન્સફરથી સભ્યોને ખુબ લાભ થશે કારણકે UAN એક બૅંક અકાઉન્ટની જેમ થઈ જશે. તેનાથી કોઈ ફેર નહિ પડે કે સભ્યો જગ્યા કે નોકરીઓ બદલે છે. EPFમાં તે તેમનું યોગદાન UAN દ્વારા મેળવી શકશે. આ કર્મચારીઓના પુરા જીવન દરમિયાન લાગુ રહેશે.

A'bad: Case of selling of cannabis and liquor at Ramdevnagar; HM assures actions against responsible

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ક્રિસ ગેઈલના આ રેકોર્ડની આગળ છે બધા જ ક્રિકેટર્સ નિષ્ફળ શું IPL 2019માં આ રેકોર્ડ તુટશે?

Read Next

વિદ્યાર્થીનો નવો કીમિયો,પાસ થવા પેપરમાં લખ્યું ‘પાકિસ્તાન સાથે બદલો લેવો છે, પાસ કરી દો ને’

WhatsApp chat