EPFOની ચેતવણી: આ એક ભૂલથી ખાલી થઈ જશે આખી જિંદગીની કમાણી

EPFO દ્વારા 6 કરોડ ખાતાધારકોને ચેતવણી આપવામાં આવી છે. EPFOએ ખાાતાધારકોને વ્યાજ આપવાનું શરુ કર્યું છે. જેના લીધે અમુક લોકો EPFOના નામે જાણકારી માગીને તમારા પૈસા ઉપાડી શકે છે તેમ છે. આથી લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  એક.. બે.. ત્રણ સેકન્ડમાં જ યુવકના હાથમાંથી મોબાઈલ ગાયબ, જુઓ ચોરીનો VIDEO

EPFOમાંથી જો કોઈ ફોનકોલ કરવામાં આવતો નથી અને ખાતાને લઈને કોઈ જ વિગતો માગવામાં આવતી નથી. EPFOએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે આવા કોઈપણ પ્રકારના ખોટા ફોનકોલમાં ખાતાની વિગતો, બેંક કાર્ડની વિગતો, ઓટીપી આપશો તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે તેમ છે. EPFOમાં લોકોની જીવનભરની કમાણી જમા થતી હોય છે અને આવી એક ભૂલના લીધે આ કમાણી ગુમાવવાનો વારો આવે છે.

READ  કોરોના વાઈરસ: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

EPFOએ ટ્વીટર પર ટ્વીટ કરીને લોકોને માહિતગાર કર્યા કે કોઈ પણ પ્રકારની ખાતાની વિગતો અમે માગતા નથી. જેના લીધે તમારી કોઈ વિગતો શૅર કરવી નહીં. આમ કોઈ જ પ્રકારનું કામ હોય તો EPFOની ઓફિસે જઈને જ કરો જેના લીધે તમારા પૈસા સુરક્ષિત રહેશે. વ્યાજ જમા કરવાના નામે પણ કોલ આવી રહ્યાં છે જેમાં કોઈ જ વિગતો આપવી નહીં.

READ  રાજસ્થાનના મુખ્ય પ્રધાનની ગૂંચ દિલ્હીના કોંગ્રેસ દરબારમાં, સચિને ખુદ આવવું પડ્યું સામે

 

Oops, something went wrong.
FB Comments