વડોદરા કોર્પોરેશનની ઓફિસના નીચેના ભાગમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ, જુઓ VIDEO

Empty liquor bottles found from office of corporation commissioner in Vadodara

વડોદરા કોર્પોરેશનમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળતાં ખળભળાટ મચી ગયો છે. એક સામાજિક કાર્યકરે કોર્પોરેશનમાં ચાલતી દારૂની રેલમછેલનો પર્દાફાશ કર્યો છે. અમે તમને જે VIDEO બતાવી રહ્યા છીએ તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના છે. અહીં વિકાસના કામોના દાવા તો ખૂબ થાય છે. પણ વરવી હકીકત પણ જોઈ લો. આ VIDEO છે કે આકારણી વિભાગ નજીકના.

READ  Ahmedabad : DEO orders schools to accept fees through cheques, online payments - Tv9 Gujarati

જ્યાં બાંધકામના કાટમાળમાંથી દારૂની બોટલો મળી આવી છે. દ્રશ્યોમાં તમે દારૂની બોટલોનો ઢગલો જોઈ શકો છો. આ એ જ કચેરીના દ્રશ્યો છે જ્યાં પ્રજા પોતાની સમસ્યાઓ લઈને આવે છે. જેના પર વડોદરા શહેરનું અસ્તિત્વ ટકેલું છે ત્યાંથી જ દારૂ ઝડપાતા હવે સિક્યોરિટી ગાર્ડ અને અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આણંદ જિલ્લાના ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ, જુઓ VIDEO

FB Comments