કાશ્મીરના હંદવાડામાં સલામતી દળોએ આખી રાત ચાલેલા ઑપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા, જુઓ દિલધડક એનકાઉન્ટરનો VIDEO

જમ્મુ-કાશ્મીરના હંદવાડા ખાતે સલામતી દળો સાથે આખી રાત ચાલેલી અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

 

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા ખાતે લંગેટના બાબાગુંડ ગામે ગુરુવારે રાત્રે સલામતી દળોએ આતંકીઓ છુપાયા હોવાથી ઘેરો ઘાલ્યો. રાત્રે 9 વાગ્યે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટુકડીઓએ સર્ચ ઑપરેશન શરુ કર્યું. દરમિયાન આતંકવાદીોએ સલામતી દળો પર ફાયરિંગ શરુ કર્યું.

READ  કાશ્મીરમાં સેના જવાનના અપહરણ થવાની વાત પર રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતા,'કોઇ જવાનનું અપહરણ થયું નથી'

અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગ રાત્રે 1 વાગ્યે શરુ થયું. જ્યારે સલામતી દળોની સંયુક્ત ટીમે સર્ચ ઑપરેશન તેજ કર્યું, શંકાસ્પદો તરફથી ફા્યરિંગ કરાયું. સલામતી દળોના જવાબી ફાયરિંગમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

જુઓ સલામતી દળોએ કરેલા એનકાઉન્ટરનો દિલધડક VIDEO :

[yop_poll id=1889]

READ  પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 200થી વધુ માછીમારો જલ્દી જ મુક્ત થવાની શક્યતા

People in Ahmedabad roam freely despite lockdown| TV9News

FB Comments