એન્જીનિયર છત્રપાલસિંહ સોલંકીએ બંદૂકના સહારે કરી લૂંટ, જાણો કયા પૂસ્તકમાંથી આવ્યો વિચાર

Engineer Chhatrapal Singh Solanki looted with a gun, Ahmedabad bapunagar loot ni ghatna

બે દિવસ પૂર્વે અમદાવાદના બાપુનગરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આંગડિયા કર્મી પાસેથી હીરા અને રોકડ સહિતના મત્તાની લૂંટ થઈ હતી. જેના બે આરોપીઓને બે હથિયાર અને મુદ્દામાલ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ યુવરાજ માંધાતાસિંહ જાડેજા બનશે રાજા

કચ્છના રહીશ છત્રપાલ સોલંકી અને ભાવનગરના યશપાલસિંહ રાણાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-5ની ટીમે ધરપકડ કરી છે. બાપુનગરમાં ફાયરિંગ સાથે લૂંટના આરોપમાં ધરપકડ કરાઈ છે. સાથે લૂંટના મુદ્દામાલ અને બે પીસ્ટલ પણ કબજે કર્યા છે. પોલીસે આરોપીની ધરપકડ પાલડી નજીકથી કરી છે. બંને આરોપીના લૂંટ દ્વારા અમીર બનવાના ઈરાદા હતા. આ બે પૈકી મુખ્ય સૂત્રધાર છત્રપાલ સિંહ સોલંકી BEનો અભ્યાસ કરી ચૂકેલ છે. તે પોતાના અભ્યાસ પર વિશ્વાસ અને મહેનત સાથે નાણા કમાણી કરી શકે તેમ હતો. પરંતુ તેને ટૂંકા રસ્તે ગુનાહિત રીતે રૂપિયા કમાવવાનું નક્કી કર્યું. સાથે ભાવનગરના યશપાલસિંહ રાણાનો સહારો લઈ બાપુનગરની આંગડિયા પેઢીના કર્મચારીને ડરાવી લૂંટ કરી ફરાર થઈ ગયા.

READ  મોંઘવારી મુદ્દે વિરોધ! રાજકોટ મહિલા કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર સામે કર્યા સૂત્રોચ્ચાર

16મી જાન્યુઆરીએ લૂંટમાં મળેલા હીરાના પેકેટને સુરતના મિત્ર રવિ ડાંગર સુધી પહોંચાડ્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાંચ આ બંને સુધી પહોંચી ગઈ હતી. છત્રપાલ સોલંકીએ હિન્દી અને અંગ્રેજી ફિલ્મોને જોઈ કે, નવલકથાઓ વાંચીને મોટી લૂંટનું આયોજન કર્યું હતું. અને સાથે મિત્ર યશપાલસિંહ ઉર્ફે મહેન્દ્ર રાણાનો પણ સહારો લીધો હતો.

READ  અમદાવાદના બાપુનગર વિસ્તારમાં થયો અપહરણનો પ્રયાસ, ઘટના થઈ CCTVમાં કેદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાપુનગરની લૂંટમાં ગયેલા મુદ્દામાલને કબજે કરવામાં પોલીસ સફળ રહી છે. સાથે જ યુપીથી લઈ આવેલા સિંગલ એક્શન પીસ્ટલ અને નાઈન mm પીસ્ટલ સાથે 14 કાર્ટુસ પણ કબજે કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: બિનસચિવાલય પરીક્ષા વિવાદ મુદ્દે સૌથી મોટા સમાચાર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

 

 

બાપુનગર લૂંટ સિવાય અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યા છે કે, કેમ…તે અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, હાલ આ બંનેનો કોઈ ગુનાહિત ભૂતકાળ સામે નથી આવ્યો. પરંતુ બંને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે, કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments