વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંનેમાંથી કોઈ પણ ટીમ જીતે, બદલાશે 23 વર્ષ જુનો આ ઈતિહાસ

મેજબાન ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે વિશ્વ કપ 2019ના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલ મેચ 14 જુલાઈના રોજ લોર્ડસના મેદાનમાં રમાશે. ત્યારે આ દિવસે ક્રિકેટની દુનિયાને એક નવી વિશ્વ ચેમ્પિયન ટીમ મળશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો અત્યાર સુધી એક વાર પણ વન-ડે વિશ્વ કપ જીતી શકી નથી.

ઈંગ્લેન્ડ આ પહેલા 3 વખત ફાઈનલમાં આવી ચૂક્યુ છે પણ ચેમ્પિયન બન્યુ નથી. ત્યારે ન્યૂઝીલેન્ડ 2015માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી ગયુ હતુ પણ હવે બંને ટીમો પાસે પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનવાની તક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IPL-2019: 12મી સિઝનમાં પહેલી વખત જોવા મળશે આ 5 બાબતો, જે ક્રિકેટ રસીકોનો ઉત્સાહ વધારવામાં સહેજ પર કસર છોડશે નહીં

ત્યારે વિશ્વ ક્રિકેટમાં 23 વર્ષ પછી એવુ બનશે કે વિશ્વ કપ કોઈ એવી ટીમ નહી જીતે જે પહેલા વિશ્વ કપ જીતી ચૂકી છે. 1996માં શ્રીલંકાએ પ્રથમ વખત વિશ્વ કપ જીત્યો હતો. ત્યારથી લઈને 2015 સુધી કોઈ નવી ટીમ વિશ્વ ચેમ્પિયન નથી બની અને તે ટીમો વિશ્વ કપ જીતતી આવી છે. જે પહેલા પણ વિશ્વ કપ જીતી ચૂકી છે પણ આ વખતે ઈતિહાસ બદલાશે અને 23 વર્ષ પછી એવુ બનશે કે વિશ્વ કપની ટ્રોફી એ ટીમ પાસે નહી જાય જે પહેલા વિશ્વ કપ જીતી ચૂકી છે.

READ  સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમમાં થશે ફેરફાર? કેપ્ટન કોહલી આ ખેલાડીઓને આપી શકે છે તક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1975માં વેસ્ટઈન્ડીઝે વિશ્વ કપ જીત્યો હતો. ત્યારબાદ 1979માં પણ ઈંગ્લેન્ડને હરાવીને ફરી વિશ્વ કપ જીત્યો હતો. તે પછી 1983માં ભારત વિશ્વ ચેમ્પિયન બન્યુ હતું. 1987માં ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ જીત્યો તો 1992માં પાકિસ્તાન જીત્યુ હતું.

READ  અજબ ગજબ કિસ્સો! આરોપીને કોર્ટે ફટકારી 50 મિનિટ જેલની સજા

[yop_poll id=”1″]

 

1996માં શ્રીલંકા વિશ્વ ચેમ્પિયન બન્યુ હતું ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 1999, 2003 અને 2007માં સતત 3 વખત વિશ્વ કપ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2011માં ભારતે 28 વર્ષ પછી વિશ્વ કપ જીત્યો હતો અને 2015માં ઓસ્ટ્રેલિયા ફરીથી એક વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતુ.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ જમીન, વાહન અને મિલકત અંગેની કાર્યવાહી આજે મુલતવી રાખવી હિતાવહ

 

રાજકોટ: ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની પાર્ટીમાં પોલીસના જ દરોડા

FB Comments