વિશ્વકપના પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી, 311 રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાની ટીમ 207 રનમાં ઓલઆઉટ

વિશ્વકપના પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રનથી હરાવી દીધું છે. વિશ્વકપના ઈતિહાસમાં જોવા જઈએ તો આ સાઉથ આફ્રિકાની સૌથી મોટી બીજી હાર છે.

વિશ્વકપના પ્રથમ મેચમાં પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન સાથે 311 રનનું લક્ષ્યાંક સાઉથ આફ્રિકાને આપ્યું હતું. આ લક્ષ્યાંકને સર કરતાં સાઉથ આફ્રિકા ટીમ 207 રનમાં જ આઉટ થઈ ગયી હતી.

 

READ  3rd T20: ભારતને ત્રીજો ઝટકો, કોહલી 9 રન બનાવી થયો આઉટ

ક્વિંટન ડીકોકે શાનદાર પ્રદર્શન કરીને અડધી સદી ફટકારીને 68 રન કર્યા. મેજબાન ટીમની વાત કરીએ તો જૉની બેયરસ્ટો પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા. સ્ટોક્સે પોતાની શાનદાર પારી રમીને 89 રન બનાવ્યા હતા. રૉયે 54 રન ફટકાર્યા, મોર્ગને 57 રન જ્યારે રુટે 51 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના લુંગી એન્ગિડીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી તો તાહિર અને રબાડા એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યાં. આર્ચરે 3, સ્ટોક્સ અને પ્લંકેટ પણ 2-2 વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકાની વિશ્વકપના ઈતિહાસમાં જોવા જઈએ તો આ સૌથી મોટી બીજી હાર છે.

READ  World Cup 2019: પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ-ભારતમાંથી કોનો કેપ્ટન વધુ હોશિયાર? જાણો નંબરનું ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બેન સ્ટોક્સને મેન ઓફ દ મેચ જાહેર કરવામાં આવ્યો. આમ વિશ્વકપની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકા પર ભારે પડી હતી. ઈંગ્લેન્ડની ટીમે સાઉથ આફ્રિકાની ટીમને વિશ્વકપના પ્રથમ દિવસે જ એક મોટી હાર આપી છે.

 

Ahmedabad and Japan's Kobe sign declaration for Letter of Intent between two cities

FB Comments