ક્રિકેટ વિશ્વ કપ 2019: ભારત બાદ ઓસ્ટ્રેલિયા પણ બહાર, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં ટકરાશે

વિશ્વ કપમાં હવે છેલ્લો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે જામશે. ઓસ્ટ્રેલિયા આ રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેના મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયન ટીમને 8 વિકેટે માત આપી દીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જાણો આગામી 5 દિવસમાં ગુજરાતમાં ક્યાં છે ભારે વરસાદની આગાહી અને ક્યાં જોવી પડી શકે છે રાહ?

ઈંગ્લેન્ડનો ફાઈનલમાં પહોંચવાનો ઈતિહાસ રોચક છે. ઈંગ્લેન્ડ ચોથી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. 5 વખત જે ટીમ ચેમ્પિયન રહી ચૂકી છે તે ઓસ્ટ્રેલિયા આ વખતે સેમી ફાઈનલમાં જ બહાર થઈ ગયી છે. આ વખતે વિશ્વ કપ કોઈ નવી ટીમને મળી શકશે કારણ કે ઈંગ્લેન્ડની ટીમ ત્રણ વખત વિશ્વ કપના ફાઈનલમાં પહોંચી ચૂકી છે અને બાદમાં તેમને નિષ્ફળતા મળી છે.

READ  ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આ દેશ સાથે લેશે ટક્કર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈંગ્લેન્ડ 27 વર્ષ પછી ફાઈનલમાં આવ્યું છે અને ટીમ સારું એવું પ્રદર્શન પણ કરી રહી છે. આ પહેલાંની વાત કરીએ તો ઈંગ્લેન્ડ 1992મા વર્ષમાં ફાઈનલમાં પહોંચી શક્યું હતું. જેમાં પણ પાકિસ્તાનની ટીમે તેને હરાવી દીધું હતું.  ઓસ્ટ્રેલિયાની ટીમે ઈંગ્લેન્ડની સામે 49 ઓવરમાં 223 રન કર્યા હતા જ્યારે આ લક્ષ્યાંકને 32.1 ઓવરમાં જ ઈંગ્લેન્ડના બલ્લેબાજોએ સર કરી લીધું હતું. આમ વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ 14 જૂલાઈના રોજ રવિવારે બપોરે 3 વાગ્યે ટકરાશે.

READ  World Cup 2019ના ફાઈનલમાં ભારતની એન્ટ્રી ન થતાં કરોડો રૂપિયાની નુકસાની

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments