ઈંગ્લેન્ડ સામેની બીજી સેમીફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ બુટ પહેર્યા વગર જ મેદાન પર શું કરી રહી છે!

વિશ્વ કપની બીજી સેમીફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 11 જુલાઈએ રમાશે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસમાં ખુબ મહેનત કરી છે. તે દરમિયાન એજબેસ્ટનના મેદાન પર એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમ ખુલ્લા પગે મેદાન પર ફરી રહી હતી. મેદાન પર ખેલાડી શૂઝ પહેર્યા વગર ઉતરતા નથી પણ દરેક લોકો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને જોઈને હેરાન થઈ ગયા હતા. મેદાનની વચ્ચે ખેલાડી ખુલ્લા પગે એક સાથે બેઠા હતા. લાંબો સમય સુધી ટીમના બધા જ ખેલાડીઓ બેસી રહ્યાં. ત્યારબાદ તમામ ખેલાડીઓએ મેદાન પર ખુલ્લા પગ ફરવાનું શરૂ કર્યુ હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરને પુછવામાં આવ્યું કે કેમ ખેલાડીઓ મેદાન પર ખુલ્લા પગે ફરી રહ્યા હતા ત્યારે જવાબમાં તેમને કહ્યું કે અમે લોકો આઉટફિલ્ડને જોઈ રહ્યાં હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે વિશ્વ કપમાં સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 5 વખત (1987,1999,2003,2007,2015) વિશ્વ કપ ચેમ્પિયન બની ચૂકી છે. તે સિવાય ટીમ 1975 અને 1996માં રનર અપ રહી ચૂકી છે. 1975માં વેસ્ટઈન્ડિઝ અને 1996માં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવ્યું હતું.

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

Amdavadis get some respite as rain arrives | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

કર્ણાટકમાં કોંગ્રેસ-JDS સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્, સોનિયા ગાંધીએ નેતાઓને સોંપી જવાબદારી

Read Next

ICC વિશ્વ કપ 2019માં ભારત વિરુદ્ધ પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી

WhatsApp પર સમાચાર