સુરત અગ્નિકાંડની અસર નવરાત્રિ પર, ઈલેક્ટ્રિક અને ફાયર સેફ્ટી નહીં તો ગરબાની મંજૂરી નહીં

સુરત પોલીસે સરથાણા અગિનકાંડમાંથી બોધપાઠ લીધો હોય તેમ લાગે છે કારણકે આ વખતે નવરાત્રી આયોજન મંજૂરીમાં ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકના સાધનોની સુરક્ષાની વિશેષ તપાસ કરવામાં આવશે. ફાયર સેફ્ટીની પુરતી વ્યવસ્થા હશે તો જ ગરબા આયોજકને મંજૂરી મળશે.

આ પણ વાંચો: રાજ્યભરમાં તમામ RTO જાહેર રજા અને શનિ-રવિના દિવસે પણ રહેશે ચાલુ

સુરત પોલીસે નવરાત્રીના સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે જે આયોજકો પાસે ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રિકની સુવિધાનો અભાવ જોવા મળશે તેને પરવાનગી નહીં આપવામાં આવે. આ ઉપરાંત 12 વાગ્યા સુધી સ્પિકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા પેટ્રોલિંગથી લઈને ચેકીંગ સહિતની તમામ વ્યવસ્થા સાથેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાર્મ હાઉસ, હોટેલો તેમજ રસ્તાઓ પર પોલીસની સતત નજર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતના પાંડેસરા વિસ્તારના ગાયત્રીનગરમાં અજાણ્યા યુવકે બાઈકમાં આગ લગાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments