આમિરખાનની આવનારી ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું પોસ્ટર રિલીઝ

બોલિવુડ સ્ટાર આમિર ખાને ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” માટે 2020ની ક્રિસમસને અત્યારથી જ બુક કરી દીધી છે. આમિર ખાને ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું મોશન પોસ્ટર રીલીઝ કર્યું છે. આ પોસ્ટરના બ્રેક ગ્રાઉન્ડમાં એક મ્યુઝિક મુકવામાં આવ્યું છે, “કયા હમ મેં હૈ કહાનિયાં યા કહાની મેં હમ…” આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” હૉલિવૂડ સ્ટાર ટૉમ હૈંક્સ સ્ટારર “ફૉરેસ્ટ ગંપ”નું ઑફિશયલ હિન્દી રીમેક છે.આ છે ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ફિલ્મ માટે આમિર ખાને લગભગ 20 કિલો વજન ઓછું કર્યું છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે બોલિવુડની એકટ્રેસિસ કરિના કપૂર જોવા મળશે. “તલાશ” અને “3 ઇડિયટ્સ” પછી ફરી એકવાર કરિના ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં એક અલજ જ કિરદારમાં નજર આવશે.

READ  અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું કબૂલનામું, પુલવામા હુમલામાં આ સંગઠન સામેલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમિરની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”ને લઇ ખબર તો એવી પણ મળી છે કે આ ફિલ્મમાં કિંગખાન શાહરૂખ ખાન એક કિમીયો કરતા જોવા મળશે. ફિલ્મમાં કિંગખાનનું કિરદાર નાનું હશે પણ તે મહત્વનું રહેશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે.

READ  ધરતીથી 6000 ફુટ ઊંચાઈ પર આવેલા આ રમણીય શહેરમાં યોજાશે આકાશ અંબાણી-શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ પાર્ટી : જુઓ PHOTOS

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments