આશુતોષ ગોવારિકરની ફિલ્મ “પાનીપત”નું પોસ્ટર રીલીઝ, આ દિવસે આવશે પરદા પર

બોલિવુડના નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ “પાનીપત”નું નવું પોસ્ટર રીલીઝ થયું છે. જેની ટેગ લાઇન છે, “એક લડાઇ, જેણે ઇતિહાસ બદલી નાંખ્યો છે.” પાનીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં સંજય દત્ત, અર્જૂન કપૂર અને કૃતિ સેનન મુખ્ય કિરદારમાં જોવા મળશે. જલ્દી જ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ “પાનીપત” 6 ડિસેમ્બરે રીલીઝ થવાની છે.

READ  રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે ગળાફાંસો લગાવીને કર્યો આપઘાત, આ DySpના ત્રાસથી સૂસાઈડ કર્યાનો આક્ષેપ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

“પાનીપત” યુદ્ધ 1761માં મરાઠા સામ્રાજ્ય અને દુર્રાની સામ્રાજ્ય વચ્ચે થયું હતું. “પાનીપત”નું ત્રીજુ યુદ્ધ મરાઠા સામ્રાજ્ય અને અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. જેને અહમદ શાહ દુર્રાની કહેવાય છે. અર્જૂન કપૂર અને કૃતિ સેનન આ ફિલ્મને લઇ એકસાઇટેડ છે. આ સ્ટારે યુદ્ધ કલાની ટ્રેનિંગ પણ લીધી છે. આ ફિલ્મમાં સંજય દત્તનો એક અલગ જ કિરદારમાં જોવા મળશે. સંજય દત્ત અહમદ શાહ દુર્રાનીનો રોલ નિભાવી રહ્યા છે.

READ  Sat-Sun બે કલાકના ફ્રી ટાઇમમાં શુ કરશો ? જોશો ફિલ્મ ઠાકરે કે જશો ડિનર પર ? જાણવા માટે વાંચો ઠાકરે ફિલ્મનો રીવ્યૂ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બોલિવુડમાં ફરી એકવાર ઐતિહાસિક ફિલ્મોની હોડ લાગી રહી છે. એક તરફ સંજય લીલા ભણસાલીએ અલ્લાઉદ્દીન ખિલજીને સામે લાવવાની કોશિષ કરી. તો બીજી તરફ કંગના રનોત રાની લક્ષ્મીબાઇ બની સામે આવવાની છે. સાથે કરણ જોહર પણ ફિલ્મ “તખ્ત” લઇને આવી રહ્યા છે. જે મોગલકાળની કહાની પર આધારિત છે.

READ  કેનેડાના PMની પત્ની સોફી ટ્રૂડો કોરોનાથી સંક્રમિત, 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો 

FB Comments