બોલિવુડના ચુલબુલ પાંડે સલમાન ખાને ડેજી શાહને આ ગુજરાતી ફિલ્મ માટે પાઠવી શુભેચ્છા !

સલમાન ખાનની ફિલ્મ “જય હો”થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર એકટ્રેસ ડેજી શાહ જલ્દી જ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. જી, હા બોલિવુડ એકટ્રેસ ડેજી શાહ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મનું નામ છે “ગુજરાત 11”. સલમાન ખાને તેની કો-એકટ્રેસ અને ફ્રેન્ડ ડેજીની અપકમિંગ ફિલ્મ “ગુજરાત 11″નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી તેને શુભકામના પાઠવી છે. ડેજી શાહની આ ફિલ્મ “ગુજરાત 11″ફૂટબોલ સ્પોટ્સ પર આધારિત છે. આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે.

READ  મંદીના મારમાં અનેક સપડાયા, આ રત્નકલાકાર વેચી રહ્યો છે ચા, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ... તો આખરે CM રૂપાણીએ સ્વીકારી જ લીધું કે રાજ્યનો આ વિભાગ છે સૌથી વધુ ભ્રષ્ટ! જુઓ VIDEO

ફિલ્મ “ગુજરાત 11” સ્પોટ્સ ડ્રામા પર આધારિત ફિલ્મ છે. જેમાં ડેજી ફૂટબોલ કોચનું કિરદાર નિભાવી રહી છે. તમને જણાવી દઇએ ગુજરાતી ડેજી શાહની માતૃભાષા છે. આ ફિલ્મને લઇ તેણે જણાવ્યું કે, “મને સારી સ્ક્રીપ્ટ લાગી તો તરત જ મેં હા કહી દીધી.” જયંત ગિલાટર આ ફિલ્મને ડિરેકટર કરી રહ્યા છે. ડેજી તેની આ ગુજરાતી ફિલ્મને લઇ ખૂબ જ ઉત્સાહિત છે.

READ  સલમાન ખાનની ફિલ્મ 'BHARAT'ને મોટો ઝટકો, રીલીઝના બીજા દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ!

બોલિવુડ ફિલ્મની વાત કરીએ તો “જય હો” પછી ડેજી શાહ વર્ષ 2015માં ફિલ્મ “હેટ સ્ટોરી-3″માં જોવા મળી હતી. ત્યાર પછી વર્ષ 2018માં તે ફિલ્મ “રેસ-3″માં નજર આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો 

FB Comments