દિલ્હી: સરકારના આ નિર્ણયથી 40 લાખ લોકોને થશે રાહત, વાંચો ખબર

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે અને તેની પહેલાં જ કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે દિલ્હીમાં બિનસત્તાવાર કોલોનીને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી છે. જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, કુલ 12,344 વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો- અધ્યાપકોની કરાશે ભરતી

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો હતો જે કોલોની બિનસત્તાવાર છે તેના નિયમન માટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર સાથે મળીને કામ કરશે. જેને લઈને નિવાસીઓને તેમનો હક મળી રહેશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ કોલોનીઝને નિયમિત કરવા માટે બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી છે. ત્રણ શ્રેણીમાં 1797 કોલોનીઝનું વિભાજન કરવામાં આવ્યું હતું જે સરકારની જમીન પર બની છે.

READ  મોરબીમાં મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના થઈ CCTV  કેમેરામાં કેદ, જુઓ કેવી રીતે ચોરી કરે છે કિંમતી MOBILE

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હી સરકારે 2 નવેમ્બર, 2015ના રોજ અનધિકૃત કોલોનીઝને નિયમિત કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. જેની મંજૂરી કેન્દ્ર સરકારની કેબિનેટમાં આપવામાં આવી છે. આ નિર્ણય આવ્યા બાદ દિલ્હીના ભાજપ કાર્યકર્તાઓએ ઉજવણી પણ કરી હતી. 40 લાખો લોકોને આ નિર્ણયના લીધે ઘરનો અધિકાર મળી શકશે.

READ  દિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ

 

Oops, something went wrong.
FB Comments