યુરોપિયન સંસદમાં ભારતની કુટનીતિક જીત, CAAના પ્રસ્તાવ પર વોટિંગ ટળ્યું

european parliament will not vote on anti caa resolution european parliament ma India ni kutnaitik jit CAA na prastav par voting tadyu

CAAના મુદ્દે યુરોપિયન યુનિયનમાં ભારતની કુટનીતિક જીત થઈ છે. યૂરોપીય સંસદમાં CAA વિરુદ્ધ રજૂ કરાયેલા પ્રસ્તાવ પર વોટિંગ ટળ્યું છે. આજે જે પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું તે હવે આગામી 31 માર્ચે થશે. હકીકતમાં, યુરોપીય સંસદમાં બિઝનેસ એજન્ડા ક્રમમાં બે મત હતા. પ્રથમ પ્રસ્તાવને પરત લેવાનો હતો. જેના પક્ષમાં 356 મત પડ્યા અને વિરોધમાં 111 મત પડ્યા હતા.

READ  NPR અને NRC મામલે ગૃહ મંત્રી અમિત શાહે કરી આ મોટી સ્પષ્ટતા, વાંચો વિગત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે બીજો પ્રસ્તાવ મતદાનને વધારવા પર હતો. તેના પક્ષમાં 271 અને વિરોધમાં 199 મત પડ્યા હતા. યૂરોપીય સંસદના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે બ્રસેલ્સમાં સત્રમાં MEPsના નિર્ણય બાદ, CAAના પ્રસ્તાવ પર મતદાન માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

READ  VIDEO: બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ વચ્ચે CAA મુદ્દે શાબ્દિક જંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મતદાન ટળતા સરકારી સૂત્રોએ કહ્યું કે, યૂરોપીય સંસદમાં ભારતના દોસ્ત પાકિસ્તાના દોસ્તો પર હાવી રહ્યાં હતા. મહત્વનું છે કે, અગાઉ ભારતે સ્પષ્ટતા કરી હતી કે, CAA દેશની આંતરિક બાબત છે.. તેને લોકશાહી માધ્યમથી યોગ્ય પ્રક્રિયા બાદ અપનાવવામાં આવી છે.

READ  યોગી સરકારને ફટકાર, લોકોની પાસેથી તોડફોડની ભરપાઈ કરવા પર મનાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ જોધપુર વોર્ડના એસ્ટેટ ઈન્સ્પેકટરને પાર્કિંગની જગ્યાના વપરાશ મામલે કરાયા સસ્પેન્ડ

FB Comments