કલમ 370 હટ્યા બાદ પહેલીવાર યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ આવશે કાશ્મીર

યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ કલમ 370ને હટાવીને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. આ બાબતને લઈને વિદેશોમાં પણ ભારે ચર્ચા રહી. કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મોટો મુદ્દો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભાજપે 3 જાણીતા ખેલાડીઓને પણ આપી ટિકીટ

આ પણ વાંચો :   VIDEO: દિવાળીના અડધા તહેવાર બાદ સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

મંગળવારના રોજ યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે આવી રહ્યું છે. કલમ 370ને હટાવ્યા બાદ કોઈ વિદેશી પ્રતિનિધિમંડળની આ પહેલી મુલાકાત હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પ્રતિનિધિમંડળમાં 28 સદસ્યો હશે. પ્રતિનિધિમંડળ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સાથે પણ મુલાકાત કરશે. અત્યાર સુધી ભારત દ્વારા કોઈપણ વિદેશી પ્રતિનિધિમંડળને કાશ્મીર જવા માટે પરવાનગી આપવામાં આવી નહોતી. આ પહેલું પ્રતિનિધિમંડળ કાશ્મીર આવશે.

READ  ઓમાનના સુલતાનના નિધન પર ભારતમાં એક દિવસનો શોક પાળવામાં આવશે

 

 

 

Oops, something went wrong.
FB Comments