ભાવનગરમાં કાર તણાઈ જવાની ઘટનાના 48 કલાક બાદ પણ પરિવારના 2 લોકો લાપતા

ભાવનગરમાં કાર તણાવાની ઘટનામાં લાપતા બે લોકોની શોધખોળ માટે NDRFની ટીમ જોડાઈ છે. NDRFના જવાનો કોઝવે પાસે આવેલા નાળાઓમાં લાપતા બે લોકોની શોધખોળ કરી રહ્યા છે. તેમની સાથે કેટલાક સ્થાનિકો પણ જોડાયા છે. ઘટનામાં બે લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા છે.

આ પણ વાંચોઃ VIDEO: વલસાડમાં વરસાદના કારણે નવો બનતો પુલ ધરાશાયી, નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

ભાવનગર શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી, નાળામાં મોટીમાત્રામાં પાણી આવ્યા હતા. તેવામાં આખલોલ જકાતનાકા પાસે આવેલા પુલનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે કોર્પોરેશને ડાયવર્ઝન આપેલું છે. પાણીની આવક વધતા પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અમદાવાદના વસ્ત્રાલના સાત લોકોનો એક પરિવાર ભાવનગર જઈ રહ્યો હતો. અને અચાનક પુલ બેસી જતાં કાર તણાઈ ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  State and Centre’s will see revenue kitty increase : FM Arun Jaitley - Tv9 Gujarati

45 કલાક બાદ પણ હજુ પરિવારના 2 સભ્યના મૃતદેહ મળ્યા નથી. ત્યારે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, મૃતદેહ શોધખોળની કામગીરી ધીમીગતિએ ચાલી રહી હોવાથી મૃતદેહ મળ્યા નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments