વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી

રવિવારે લોકસભા ચૂંટણીના એગ્ઝિટ પોલના પરિણામ આવ્યા પછી EVM ફરી એક વાર વિપક્ષોના નિશાના પર છે. TDP પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડુ આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ કરવા માટે બીજી પાર્ટીઓને મનાવી રહ્યાં છે.

ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે જો એગ્ઝિટ પોલનું અનુમાન સાચું સાબિત થશે તો તેનો સીધો મતલબ છે કે EVMમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે. ત્યારે તૂણમૂલ પાર્ટીના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું તે EVMમાં છેડછાડ કરવાને લીધે એગ્ઝિટ પોલમાં ભાજપની જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

READ  ગરીબોના ખાતામાં રહસ્યમયી રીતે જમા થઈ રહ્યાં છે પૈસા, પોતાનું અકાઉન્ટ ચેક કરવા લોકોએ લગાવી બેંકમાં લાંબી લાઈન

જો આ પોલના પરિણામ સાચા સાબિત થાય છે તો તેનો મતલબ છે કે EVMમાં છેડછાડ થઈ છે. તેમને કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઠમાં હારવાનું ષડ્યંત્ર રચીને EVM પ્રત્યે સકારાત્મક માહોલ બનાવવામાં આવ્યા પછી એગ્ઝિટ પોલ કરનારી એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી. તેનું પહેલા પણ સ્ટિંગ ઓપરેશન થયું છે.

ત્યારે ચંદ્રબાબૂ નાયડુ સહિત 21 પાર્ટીના નેતા ચૂંટણી પંચને મળશે. EVMની વિશ્વસનીયતા પર પ્રશ્ન કરતા નાયડૂએ કહ્યું કે ચૂંટણી પંચ મતગણતરી દરમિયા VVPATની ગણતરી અને તેની મેળવણી કરે.

READ  ભારે પડશે નિયમ ભંગ કરવો, 1 સપ્ટેમ્બરથી જો નિયમો તોડશો તો ભરવો પડશે આટલો મોટો દંડ , જુઓ VIDEO

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે, 22મેના રોજ આ જગ્યાએ થશે મતદાન, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય

જ્યારે મમતા બેનર્જીએ દાવા કર્યો કે એગ્ઝિટ પોલ દ્વારા ભાજપના જીતની ધારણા બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જીતની ધારણા બનાવીને ભાજપ EVMમાં છેડછાડ કરવા ઈચ્છે છે. તેમને એગ્ઝિટ પોલને ખોટા ગણાવ્યા હતા. તેમને કહ્યું કે તે ચૂંટણીના સુધારાઓને લઈને તેમના ઝુંબેશને ચાલુ રાખશે.

READ  અહીં અપાય છે ટૉયલેટમાં બેસી કૉફીની મજા લેવાનો અનુભવ, ખાસ છે આ કૅફે, જુઓ VIDEO અને જાણો ક્યાં છે આ અનોખું કૅફે

 

A'bad: Social worker from Kerala on hunger strike over construction of wall to hide slums from Trump

FB Comments