જાણો મતની ગણતરી સુધી કયા અને કેટલી સુરક્ષાની વચ્ચે રાખવામાં આવે છે EVM

2019ની લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલે તેના પરિણામો જાહેર થશે. તેની પહેલા એગ્ઝિટ પોલના પરિણામ ભાજપ સરકાર ફરી આવવાના સંકેત આપી રહ્યાં છે. ત્યારે બીજા રાજકીય પક્ષો EVMને લઈને પ્રશ્નો કરી રહ્યાં છે.

મત આપ્યા પછી અને પરિણામ આવવાની વચ્ચે ક્યા-ક્યા જાય છે EVM

એક EVM 3 યૂનિટથી મળીને બને છે. પહેલા કંટ્રોલ યૂનિટ, બીજુ બેલેટ યૂનિટ અને ત્રીજુ VVPAT. કંટ્રોલ અને બેલેટ યૂનિટ 5 મીટર લાંબા કેબલથી જોડાયેલ હોય છે. કંટ્રોલ યૂનિટ બૂથમાં મતદાન અધિકારીની પાસે રાખવામાં આવે છે. જ્યારે બેલેટિંગ યૂનિટ વોટિંગ મશીનની અંદર હોય છે.

 

જેનો ઉપયોગ મતદાર કરે છે. તેની પાસે VVPAT યૂનિટ હોય છે. EVMમાં છેડછાડને લઈને પહેલા પણ ઘણાં પ્રશ્નો ઉઠયા હતા. જેમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ટેમ્પરિંગની સંભવ નથી. ચૂંટણી પંચ મુજબ EVM પૂરી રીતે ચિપથી બનેલું હોય છે અને તેને કોઈ પણ રીતે ટેમ્પરિંગ નથી કરી શકાતું.

Close બટન દબાવ્યા પછી કામ નથી કરતું EVM

એક બૂથમાં ચૂંટણી થઈ ગયા પછી મતદાન અધિકારી EVMનું Close બટન દબાવી દે છે. Close બટન દબાવ્યા પછી EVM પૂરી રીતે બંધ થઈ જાય છે અને ત્યારબાદ કોઈ બટન કામ કરતા નથી. આ બટન દબાવ્યા પછી EVMની સ્ક્રીન પર મતદાન પૂર્ણ થયાનો સમય અને આપેલા કુલ મતની ગણતરી થઈ જાય છે. ત્યારબાદ તપાસ અધિકારી 3 યૂનિટને અલગ કરી દે છે.

READ  મુખ્યપ્રધાને અલ્પેશ ઠાકોરના ખભે મુકીને ચલાવી ગોળી, કહ્યું કોંગ્રેસમાં નથી રહ્યો 'અલ્પેશ, જીગ્નેશ, અને હાર્દિક'ની ટોળકીનો દમ

આ પણ વાંચો: ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

પાર્ટીઓના ઉમેદવારોની સામે સીલ થાય છે EVM

મતદાન પછી મશીનને કેરિંગ બેગમાં મુકવામાં આવે છે. નિરીક્ષક અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, એસ.પી, સહાયક રીટર્નિંગ અધિકારી, પેટા-વિભાગના અધિકારી, રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની સામે EVMને સીલ કરવામાં આવે છે. 3 મશીનો પર મતદાન મથકનું એડ્રેસ અને તપાસ અધિકારીના હસ્તાક્ષર હોય છે. તે દરમિયાન દરેક પાર્ટીના 2-2 એજન્ટ હાજર હોય છે. કોઈ પણ મતદાન મથક પર એક તપાસ અધિકારી અને 3 મતદાન અધિકારી હોય છે.

કડક સુરક્ષની વચ્ચે હોય છે EVM

મતદાન પછી ચૂંટણી પંચના નિયમોનું પાલન કરીને EVMને કડક સુરક્ષા સાથે સ્ટ્રોંગ રૂમ સુધી લાવવામાં આવે છે. મતદાન મથકથી લઈને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચવામાં EVMની સુરક્ષમાં પેરામિલિટ્રી ફોર્સ, PSCનૈ જવાન અને લોકલ પોલીસ હોય છે. તેની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારી પણ હોય છે.

READ  ભાજપ હવે ગુજરાતમાં ચૂંટણી જીતવા યુવાનોને પહેરાવાશે ટોપી તો મહિલાઓને આપશે સાડીથી લઈને પીન, તમને પણ લાગશે નવાઈ

સ્ટ્રોંગ રૂમ પહેલા EVMને એકત્રિત કરવા માટે વિધાનસભા મુજબ સેન્ટર બનાવવામાં આવે છે. જ્યાં ચૂંટણી અધિકારી તેમના બૂથના EVM જમા કરાવે છે. જે રૂમમાં EVM મુકવામાં આવે છે. તેના દરવાજા પર ડબલ લોક લગાવ્યા પછી એક 6 ઈંચની દિવાલ પણ બનાવવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયા દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવે છે. જો કોઈ લોક તોડીને તે રૂમમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે તો સૌથી પહેલા તેને દિવાલ તોડવી પડશે. દિવાલ તુટયા પછી ખબર પડી જાય કે કોઈએ સ્ટ્રોન્ગ રૂમમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો છે.

3 સ્તરમાં જવાન અને પછી CCTV

સ્ટ્રોન્ગ રૂમની બાહર 3 સ્તરની સુરક્ષા હોય છે. પહેલા સ્તરે પેરામિલિટ્રી ફોર્સ, PSCના જવાન અને રાજ્ય પોલીસના જવાન તૈનાત હોય છે. આ જવાન 24 કલાક શિફ્ટમાં હાજર રહે છે. સ્ટ્રોન્ગ રૂમના વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જવાનો ત્યાં તંબુ લગાવીને ફરજ પર રહે છે. તે સિવાય સ્ટ્રોન્ગ રૂમની બાહર CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે. જેના મોનિટરીંગ માટે અલગ રૂમમાં ગાર્ડસ તૈનાત રહે છે.

READ  જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેના સાથે જોડાઈ ગયા?

આ પણ વાંચો: કમાણીના મામલે આ કંપનીને પાછળ છોડીને રિલાયન્સ બની દેશની સૌથી મોટી કંપની

કેવી રીતે અલોટ કરવામાં આવે છે EVM

મતદાનના એક દિવસ પહેલા તપાસ અધિકારીઓને EVM આપવામાં આવે છે. કયા બૂથ માટે કયો કંટ્રોલ યૂનિટ, બેલેટ યૂનિટ અને VVPAT આપવામાં આવશે તેની યાદી તૈયારી કરવામાં આવે છે. આ યાદી ચૂંટણી અધિકારી, ઉમેદવારને પહેલા જ આપી દેવામાં આવે છે. સાથે જ ચૂંટણી પંચ તરફથી બૂથ માટે એકસ્ટ્રા EVM પણ આપવામાં આવે છે. જેથી કોઈ પણ કારણસર EVM ખરાબ થાય તો તેને બદલી શકાય. આ મશીનની ડિટેલ પણ આ યાદીમાં હોય છે.

 

Oops, something went wrong.
FB Comments