રાજકોટ: ચૂંટણી પહેલા રાજકીય દાવપેચ! ઈન્દ્રનીલ રાજ્યગુરૂની થશે કોંગ્રેસમાં ઘરવાપસી!

Ex Congress MLA Indranil Rajyaguru may rejoin Congress Rajkot

રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્નનીલ રાજ્યગુરૂની ઘરવાપસીના અહેવાલો વચ્ચે હવે તેમણે સ્પષ્ટતા કરી છે અને મગનું નામ મરી ન પાડ્યાનો ઘાટ ઘડ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસી છે, પણ કોંગ્રેસમાં નથી. એકતરફ તેમણે એવી સ્પષ્ટતા કરી કે પ્રદેશ નેતાઓ સાથે હાલ ઘરવાપસી અંગે કોઈ ચર્ચા નથી. બીજીતરફ તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોંગ્રેસી વિચારધારાને વરેલા છે. રાજીનામું આપ્યું તે દિવસથી આજ સુધી પ્રદેશ નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે અને કોંગ્રેસ લોકોની સેવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે. કોર્પોરેશનની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં રિએન્ટ્રી કરશે તેવા અહેવાલો હતા, ત્યારબાદ તેમણે આ સ્પષ્ટતા કરી છે.

READ  #Monsoon2017 : Two drown in Varahi lake, Patan - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો

FB Comments