અમદાવાદમાં એક ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવાનું બંધ કરી દેતા બોયફ્રેન્ડે કાપી નાખ્યુ નાક, પોલીસે નોંધી FIR

પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક યુવકે તેની પૂર્વ પ્રેમિકાનું નાક કાપી નાખ્યુ છે. યુવતી તેના પૂર્વ પ્રેમીની સાથે 2 વર્ષથી વાત કરી રહી ન હતી. તે કારણથી યુવકે તેની પૂર્વ પ્રેમિકાનું નાક કાપી નાખ્યુ છે.

પોલીસે જણાવ્યુ કે મંજૂ પરમાર નામની યુવતી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાની રહેવાસી છે. તેને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યુ કે તેને કેશવલાલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ તે તેની બહેનને ત્યાં ચાંદખેડામાં આવીને રહેવા લાગી હતી. તેને કેશવલાલ સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી.

 

ચાંદખેડમાં તે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહી હતી. જે સાઈટ પર તે કામ કરી રહી હતી તે જ સાઈટ પર કેશવલાલનો એક મિત્ર દિનેશ પણ કામ કરવા આવ્યો હતો. દિનેશે કેશવને જણાવ્યુ કે મંજૂ તેની સાઈટ પર કામ કરવા આવે છે. ગયા અઠવાડિયે કેશવલાલ જે સાઈટ પર મંજૂ કામ કરતી હતી તે સાઈટ પર આવ્યો અને મંજૂ પર નજર રાખવા લાગ્યો.

તે પછી કેશવલાલે તક જોઈને મંજૂને પકડી લીધી, તેને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ કેશવલાલે તેને છોડી નહી. મંજૂએ કેશવલાલને કહ્યુ કે તે તેની સાથે કોઈ સંબંધ રાખવા માગતી નથી. ત્યારે ગુસ્સામાં આવીને કેશવે તેનુ નાક દાંતથી દબાવ્યુ જેથી મંજુનુ નાક કપાઈ ગયું.

મંજૂએ મદદ માટે બુમો લગાવી પછી લોકો ભેગા થતા કેશવલાલ ત્યાંથી ભાગી ગયો. મંજૂને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે કેશવની વિરૂધ્ધ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

News Headlines From Ahmedabad : 22-07-2019 |Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

BIG BREAKING: ભારતમાં ‘TikTok’ એપ્લિકેશન પર BAN, આઈફોન અને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવામાં આવી

Read Next

ચૂંટણી પંચ બાદ ટ્વિટરની ટીમ પણ આવી હરકતમાં, યોગી આદિત્યનાથ સહિતના આ નેતાઓના ટ્વિટને કર્યા ડિલીટ

WhatsApp પર સમાચાર