જયંતી ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલ ક્યાં છે ? વાયરલ થઈ AUDIO CLIPમાં થયો મોટો ખુલાસો, જાણો શું કહી રહ્યા છે છબીલ પટેલ

ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કથિત કાવતરાખોર છબીલ પટેલ ભારતમાં નથી. પોલીસ આ હત્યાકાંડમાં હત્યાના આરોપીઓને ઝડપ્યા બાદ છબીલ પટેલની શોધખોળ કરી રહી છે.

દરમિયાન છબીલ પટેલની એક ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઑડિયો ક્લિપથી સ્પષ્ટ છે કે છબીલ પટેલ હાલ ભારતથી બહાર છે. તેઓ ઑડિયો ક્લિપમાં કહી રહ્યા છે કે તેઓ નિર્દોષ છે અને ટૂંક સમયમાં જ ભારત પાછા આવશે. જોકે આ ઑડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ ટીવી9ગુજરાતી નથી કરી રહ્યું.

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર છબીલ પટેલની વાયરલ થઈ રહેલી ઑડિયો ક્લિપમાં છબીલ પટેલ કહેતા સંભળાય છે, ‘હું છબીલ પટેલ. હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. મારે કામ માટે અવાર-નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે. તો હું મીટિંગો પતાવીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઇશ. પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી અને પૂછપરછ થશે, તેમાં હું સહકાર આપીશ. હું સાવ નિર્દોષ છું અને કાવતરાનો ભોગ બની રહ્યો છું, એવું મને લાગે છે. મને ગુજરાત પોલીસ પર પૂરો ભરોસો છે. તે સત્ય બહાર લાવશે. હું ભારત આવું, ત્યારે મારા પર જીવનું જોખમ લાગતું હોવાથી મને પોલીસ રક્ષણ મળે, એવી મારી વિનંતી છે. છેલ્લી મીટિંગ પૂરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલાથી જ આપીશ. મારા કામો પૂરા થવાની તૈયારીમાં છે.’

નોંધનીય છે કે જયંતી ભાનુશાળીની હત્યા બાદથી જ પોલીસ આરોપી છબીલ પટેલને શોધી રહી છે, પરંતુ હજી સુધુ તેમની ભાળ મળી નથી. જોકે જે શાર્પ શૂટરો ઝડપાયા છે કે જેમણે જયંતી ભાનુશાળીને ચાલુ ટ્રેને ગોળી મારી હતી, તેમની પૂછપરછના આધારે પોલીસે છબીલ પટેલ અને તેમની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામીને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતાં.

Auto driver murdered in Rajkot, investigation on| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

શું આપ જાણો છો કે 120 કરોડ હિન્દુઓના દેશ ભારતના આ 8 રાજ્યોમાં હિન્દુઓ છે લઘુમતીમાં, તમારા રાજ્યમાં તો હિન્દુઓ નથી લઘુમતીમાં ? જાણવા માટે CLICK કરો

Read Next

સુરતની સ્કૂલ-કૉલેજોના 10,000 છોકરા-છોકરીઓ આ Valentine’s Day પર રચશે એવો ઇતિહાસ કે તેમના PARENTS થઈ જશે ખુશ અને પોતાના સંતાનો પર કરશે ગૌરવ !

WhatsApp પર સમાચાર