જેલમાં હોવા છતાં પૂર્વ સાંસદને પ્રતિમાસ 2.25 લાખનું પેન્શન, RTIમાં થયો ખૂલાસો

ex-mps-are-getting-lakhs-rupees-per-month-in-pension

આરટીઆઈ અધિકાર આવ્યા બાદ સરકારની એવી વિગતો સામે આવી રહી છે જેના વિશે પહેલાં જાણકારી જ ના હોય. પેન્શન અંગે એક આરટીઆઈ પીપી કપૂરે કરી હતી અને તેમાં સરકારે જાણકારી આપી છે કે વાર્ષિક 70 કરોડ રુપિયા સરકાર સાંસદોના પેન્શનની પાછળ ખર્ચી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકસભા સચિવાલયે જાણકારી આપી કે 3849 પૂર્વ સાંસદોને પેન્શન ચૂકવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યસભાની વાત કરીએ તો તેમાં કુલ 847 પૂર્વ સાંસદોને પેન્શનની ચૂકવણી સરકાર દ્વારા કરાઈ રહી છે. આમ કુલ આંકડો 4796 થાય છે અને તેઓને પેન્શનની રકમ આપવામાં આવી રહી છે.  જ્યારે આ જ સવાલ નાણા મંત્રાલયે પૂછવામાં આવ્યો ત્યાંથી જાણકારી મળી કે કુલ 2178 પૂર્વ સાંસદોને પેન્શનની રકમની ચૂકવણી કરવામાં આવી રહી છે. આમ બંને આંકડાઓમાં જમીન આસમાનનો તફાવત છે તો સવાલ એ થાય છે કે આ 2618 સાંસદો કોણ છે જે પેન્શનનો લાભ મેળવી રહ્યાં છે.

READ  ખેડૂતોની સ્થિતિ વધુ બગડી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર

આ પણ વાંચો ;  જામનગર બાદ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના, સાયલામાં અંગત અદાવતમાં બે યુવક પર ફાયરિંગ

ex-mps-are-getting-lakhs-rupees-per-month-in-pension-in-jail


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પેન્શન લેનારા સાંસદોમાં દિગ્ગજ ફિલ્મ કલાકારો અને નેતાઓનો સમાવેશ થાય છે. જેમાં રેખા, વિજયંતી માલા, રાહુલ બજાજ, સંજય ડાલમિયા, કર્ણ સિંહ, માયાવતીનું નામ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ સીએમ હરિયાણા ઓમ પ્રકાશ ચૌટાલાનું નામ પણ આરટીઆઈમાં ખૂલ્યું છે. જે ભ્રષ્ટાચાર મામલે તિહાડ જેલમાં બંધ છે. જેમને સવા બે લાખ રુપિયાનું પેન્શન પૂર્વ ધારાસભ્ય હોવાના નામે મળે છે જ્યારે રાજ્યસભાના પૂર્વ સાંસદ હોવાથી અલગથી 20 હજારનું પેન્શન પણ મળે છે.

READ  લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે રજૂ કર્યુ નાગરિકતા સંશોધન બિલ, વિપક્ષનો હોબાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments