• March 21, 2019

પોલીસ લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા રદ્દ : વિદ્યાર્થીઓને થઇ રહેલી હેરાનગતિ માટે જવાબદાર કોણ ?

Exam paper Leak_Tv9

Exam paper Leak_Tv9

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે, અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરવામાં આવ્યું છે. આજે 8,76,356 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા અગાઉ પેપર લીક થવા મામલે જાણ થઈ જેથી આ પગલા લેવાયા છે. તેમજ તેમણે જણાવ્યું કે પેપર લીક થવા મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાશે.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યના 29 શહેરોમાં લોકરક્ષકની 9,713 બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી. થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખીત પરીક્ષા આપવાના હતા. લેખીત પરીક્ષા માટે 2,440 શાળા/કોલેજોના 29,200 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

કુલ 100 ગુણની પરીક્ષાનો સમય સાંજે 3થી 4 કલાકનો છે. પરંતુ વિદ્યાર્થીઓને બપોરે 12 થી 2:30 કલાક દરમિયાન પ્રવેશ લેવાની સુચના અપાઈ હતી. કારણ કે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું બાયો મેટ્રિક સિસ્ટમથી ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો : વિદેશી બ્રાન્ડ કરતાં 50 ટકા ઓછી કિંમતે મળશે ગુજરાતમાં પતંજલિના સ્વદેશી કપડાં!

પેપર લીક મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અસામાજિક તત્વોએ આ પેપર લીક કર્યું હોય શકે છે. એકાદ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવી શકે છે. લોક રક્ષક દળ ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે પેપર લીક થવા અને ઉમેદવારોએ હેરાનગતિનો સામનો કરવો પડતા દુઃખ વ્યક્ત કર્યું હતું

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા હતા. તેમણે પરીક્ષા મોકુફ થવા પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેના પછી સરકારે તપાસના આદેશ આપ્યા છે.

[yop_poll id=”96″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : Reaction of voters ahead of Lok Sabha Elections 2019 - Tv9

FB Comments

Hits: 480

TV9 Web Desk6

Read Previous

વિદેશી બ્રાન્ડ કરતાં 50 ટકા ઓછી કિંમતે મળશે ગુજરાતમાં પતંજલિના સ્વદેશી કપડાં!

Read Next

લોકરક્ષક દળની ભરતી પરીક્ષા રદ્દ થતાં કોંગ્રેસ અને વિદ્યાર્થીઓના રોષ વચ્ચે મુખ્યમંત્રીએ આપી મોટી રાહત

WhatsApp chat